પાલનપુર જી.ડી.મોદી કોલેજમાં RTPCR ટેસ્ટ

કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ટેસ્ટીંગ અને ટ્રેસીંગ પર ભાર મુકી કામ કરવા આરોગ્ય વિભાગને સુચના આપી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પાલનપુર જી. ડી. મોદી કોલજ ખાતે કોરોના RTPCR ટેસ્ટ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ગઇકાલે આ કેન્દ્ર પર ૪૧ જેટલાં લોકોએ કોરોના RTPCR માટે સેમ્પલ આપ્યા હતાં.
જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું છે કે, પાલનપુર જી. ડી. મોદી કોલેજમાં શરૂ કરવામાં આવેલ કોરોના ટેસ્ટ કેન્દ્ર પર આવી કોઇપણ વ્યક્તિ વિનામૂલ્યે RTPCR ટેસ્ટ કરાવી શકે છે. તેમણે કહ્યું કે, ગુજરાત અને રાજસ્થાનને અડતી બોર્ડરો ઉપર પોઇન્ટ બનાવીને દરેક તાલુકામાં કોરોના ટેસ્ટીંગ માટેની વ્યવસ્થા આરોગ્ય તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. જેનો લાભ લઇ લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી સુરક્ષા સુનિશ્વિત કરે તો સંક્રમણને ફેલાતું રોકી શકાશે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)