રામકથામાં રાજુલા પંથકના મર્યાદિત શ્રોતાઓ સિવાય કોઇએ આવવું નહીં : મોરારિ બાપુ

રામપરા – રાજુલાની મુલતવી રહેલી કથા “માનસ મંદિર” – ૨૦ એપ્રિલે સવારે સાડા નવ કલાકે આરંભાશે.
આ કથા સંદર્ભમાં પૂજ્ય બાપુએ “માનસ હરિદ્વાર” કથાના પાંચમા દિવસે, વૈશ્વિક વ્યાસપીઠનાં તમામ ફ્લાવર્સને, કથા શ્રવણ માટે આવવા ઇચ્છનારા વ્યક્તિને કે અન્ય કોઇ પણ જીજ્ઞાસુએ રામપરા કથા શ્રવણ માટે આવવાનું નથી. વિદેશના કે દેશના તો નહીં, ગુજરાત કે સૌરાષ્ટ્રના પણ કોઇ શ્રોતાએ રામપરા આવવું નહીં. મહુવા કે તલગાજરડાના કોઇ શ્રોતાએ પણ રામપરા આવવાનું નથી. માત્ર આ પંથકમાં રહેનારા મર્યાદિત સંખ્યામાં આમંત્રિતોએ જ આવવું.
કોરોનાની સ્થિતિ વિકટ બનતી જાય છે. ત્યારે કદાચ રામપરાની કથા ફરી વાર મુલતવી રાખવી પડે એવું પણ બની શકે. અથવા માત્ર પાંચ પંદર શ્રોતાઓ સમક્ષ કથાગાન કરીને કથાને પૂર્ણ કરવામાં આવશે. સહુએ ઘેર બેઠા ટીવીનાં માધ્યમથી જ કથાનું શ્રવણ કરવું એવો સ્પષ્ટ અનુરોધ પૂજ્ય બાપુએ સહુને કર્યો છે.
પ્રતિનિધિ વિક્રમ સાખટ અમરેલી