બનાસકાંઠા નડાબેટ ખાતે મેળો મોકુફ

બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર મેળા ઓ આ વર્ષ બંધ રાખવા માં આવ્યા છે ત્યારે સુઇગામથી 20 કિ.મી. દૂર નડાબેટ ખાતે બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીના મંદિરે રામનવમીનો ભરાતો પરંપરાગત લોકમેળો કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ ચાલુ સાલે પણ બંધ રાખવા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે, જોકે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે એવો નિર્ણય લેવાયો છે.
નડાબેટમાં બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીના પ્રસિદ્ધ મંદિરે ચૈત્ર સુદ રામનવમીના દિવસે પરંપરાગત ભાતીગળ લોકમેળો ભરાય છે,પરંતુ છેલ્લા એક વર્ષ ઉપરાંત સમયથી કોરોના મહામારીના કારણે ગત વર્ષે મેળો મોકૂફ રખાયો હતો.ગત વર્ષ નાં રોજ મેળો મોકુફ રાખવામાં આવ્યો હતો.જે આ વષૅ માં પણ કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને મેળો બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)