વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલને સન્માનિત કર્યા

વડોદરા જિલ્લા પંચાયતમાં દરેક ખાતાની વહેંચણી પૂર્ણ થઇ ગયા બાદ વડોદરા જિલ્લા પંચાયતની સીમળીયા બેઠક ઉપરથી વિજય પ્રાપ્ત કરેલ અશ્વિનભાઈ પટેલને વડોદરા જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેનનું પદ સોંપવામાં આવ્યું છે. આ અશ્વિનભાઈ પટેલને નિષ્ઠાપૂર્વકની જવાબદારી અને શિક્ષણ ક્ષેત્રે રહેલી કેટલીકસમસ્યાઓને દૂર કરી શિક્ષણનું સ્થળ ઊંચું લાવવા માટે તેમને આ પદ સોંપવામાં આવ્યું છે ત્યારે આજરોજ ડભોઇ બીઆરસી ભવન ખાતે ડભોઇ તાલુકા શિક્ષણકોની શરાફી મંડળી તેમજ તાલુકા સંઘ દ્વારા વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન અશ્વિનભાઇ પટેલ ને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા લાવવા માટે કેટલી ચર્ચાઓ પણ તેઓ સાથે કરવામાં આવી હતી અને શિક્ષકોના કેટલાક પડતર પ્રશ્નો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સન્માન સમારંભના અશ્વિનભાઈ પટેલે સૌ શિક્ષકો એકત્રિત થઈ શિક્ષકોએ શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા પ્રયત્ન કરવાના છે તેવી રજૂઆત સૌ શિક્ષકોને કરી હતી અને શિક્ષકોને તેમનુ કાર્યક્ષેત્ર પૂર્ણ કરે તે માટે તેઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ પ્રસંગે ડભોઇ મંડળીના પ્રમુખ જૈમીનભાઈ પટેલ, મંત્રી હિતેશભાઈ, ડભોઈ સંઘના પ્રમુખ/મંત્રી ઘનશ્યામભાઈ/મહેન્દ્રસિંહ તથા ટીપીઇઓ તોસિફભાઈ, બીઆરસી ભરતભાઇ, તથા તાલુકાના સૌ હોદેદારો ઉપસ્થિત રહી અશ્વિનભાઈને શુભેચ્છા પાઠવી હતી.