સાળંગપુર : હનુમાનજી મંદિર ખાતે જીભ, મોઢા, ગળાના કેન્સર રોગનો વિનામુલ્યે નિદાન કેમ્પ

- અમદાવાદના પ્રખ્યાત નિષ્ણાંત ડોક્ટર સ્મિત દેસાઈ વિનામુલ્યે જીભ,મોઢા,ગળાના કેન્સરના દર્દીઓનું નિદાન કરશે
બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે આગામી તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૧ ના રોજ મંદીરના કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા વિનામૂલ્યે કેન્સર રોગના નિષ્ણાત ડોક્ટર દ્રારા નિદાન કેમ્પનું આયોજના કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના પ્રખ્યાત જીભ, મોઢા, ગળાના કેન્સરના નિષ્ણાત ડોક્ટર સ્મિત દેસાઈ નિદાન કરશે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા આ વિનામૂલ્યે કેન્સર રોગના નિદાન કેમ્પમા જરૂરિયાત મંદ દર્દીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કેમ્પ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પરીસર માં આવેલ ધર્મશાળા ખાતે તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૧ ના રોજ સવારે ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે તો જરૂરીયાતમંદ દરેક લોકોએ આ કેમ્પ માં વિનામૂલ્યે કેન્સર રોગના નિદાનનો લાભ લેવા માટે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ : વિપુલ લુહાર