માઝૂમ નદી પર બનનાર રિવર પાર્કનું કામ ખાતર્મુહતના બે વર્ષ બાદ પણ શરૂ ન કરાતા લોકોમાં રોષ

રાજ્યભરમાં શહેરી વિકાસ માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ ને લઇ પાલિકા અને મહાનગર પાલિકા ના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો બજેટમાં ફાડવાતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લા મોડાસા નગરપાલિકા વર્ષ 2018/19 મા સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી યોજના માંથી માજુમ નદીના કિનારે કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ને અડીને રિવરપાર્ક માટે 4.93 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ત્યારે આ રિવારપાર્ક ના ખાતમુહૂર્ત ના બે વર્ષ બાદ પણ કામ શરૂ ન કરતા લોકો માં રોષ જોવા મળી રહ્યો છે.મોડાસા પૂર્વં નગરપાલિકા મેયર સુભાષભાઈ શાહ તેમજ દીગ્ગજ નેતાઓ ની હાજરીમાં ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. તે બાદ આજ દિન સુધી રિવરપાર્ક બનાવવા ગ્રાન્ટ ની મળેલી જંગી રકમ નો કોઈ ઉપીયોગ કરવામાં આવ્યો નથી..
આ બાબતે નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખને પૂછતાં રિવરપાર્ક ના કામનું બજેટ વધી જતા ગ્રાન્ટ પાછી મોકલી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને નવેસર થી રિવરપાર્કના બજેટ મુજબ દરખાસ્ત મુકવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. તો આ બાબતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગ્રાન્ટની રકમ કરતા ખર્ચ વધી જાય છે તે માટે ગ્રાન્ટ ની રકમ નગરપાલિકા જોડે જ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ખાતમુહર્તમાં હાજર તે સમય ના કોર્પોરેટર અને વર્તમાન પાલિકા પ્રમુખ ના જવાબો માં કોઈ જ મેળ ખાતો ન હોવાનું સામે આવ્યું છે..
રિવારપાર્કના ખાતમુહૂર્ત ને બે વર્ષ થી વધુ નો સમય વીતી ગયો હોવા છતાં કામ ચાલુ ન થતા નગરપાલિકા તંત્ર મોડાસાની જનતાને રિવારપાર્ક નું સપનું લોલીપોપ આપી હોય તેમ નગરપાલિકા જનતા ને અંબા ના ઝાડે આંબલી બતાવતી હોય તેમ લાગી રહ્યું છે..નદીની હાલ ની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો માજુમ નદી માં આખા શહેર નું ગટર નું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે..ખાતમુહર્ત કરી છેલ્લા છેલ્લા બે થી વધુ વર્ષ થી રાહ જોતી જનતા આપેલી લોલીપોપ ઓગળી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે લોક માતા નદી ને ગંધકીના સામ્રાજ્ય માંથી બહાર કાઢી બતાવામાં આવેલા સ્વપ્ન જેવા રિવરપાર્ક નું કામ તત્કાલિત શરૂ કરવામાં આવે તેવી લોકો ની માંગ છે..
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી