રાણપુરમાં સરકારની ગાઈડલાઈનના ઉડી રહ્યા છે ધજાગરા

રાણપુરમાં સરકારની ગાઈડલાઈનના ઉડી રહ્યા છે ધજાગરા
Spread the love
  • લોકો કોરોનાને હરાવવાની જગ્યાએ પોતે હારવા બેઠા હોય તેવી રીતે માસ્ક પહેર્યા વગર જાહેર માં હરી-ફરી રહ્યા છે.આવા લોકો સામે સરકારી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક પગલા ભરી સરકારી ગાઈડ લાઈન નો ચુસ્તપણે અમલ કરાવો જરૂરી

હાલ સમગ્ર દેશ સહીત ગુજરાતમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા સરકાર દ્રારા વીસ શહેરમાં રાત્રે ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવેલ છે.અને કોરોના વાયરસના કેસો તેજ ગતિએ વધી રહ્યા છે.તો કેટલાય લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે.શહેરના સ્મશાનો માં મૃતકોની અંતિમ વિધી કરવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવુ પડે છે.ત્યારે બોટાદ જીલ્લામાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.સતત વધી રહેલા કોરોના સંક્રમણ સામે રાણપુર શહેરમાં લોકો સરકાર ની ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવી રહ્યા છે.

રાણપુર શહેરમાં મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર કોરોના નામના મોત ને માથે મુકી ને પોતાની મસ્તી માં ફરી રહ્યા છે. જાણે કે કોરોના નો કોઈ ડર નો હોય માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પોતા નો જીવ તો તો જોખમ માં મુકે છે સાથે સાથે પોતાના પરીવારજનો ના પણ જીવ જોખમમાં મુકી રહ્યા છે.સરવારે માસ્ક પહેર્યા વગર નિકળતા લોકો આગામી દિવસો માં રાણપુરમાં કોરોના વાયરસના કેસો માં વધારો કરાવી શકે છે.સરકાર દ્રારા કોરોનાની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે જેની રાણપુરમાં કોઈ જ અમલવાળી ન થતી હોય તેવા દ્રશ્યો રાણપુરમાં જોવા મળી રહ્યા છે.

સેનિટાઈઝર અને સોસીયલ ડીસ્ટન્સ તો લોકો જાણે ભુલી જ ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે તંત્ર એ આવા લોકો સામે તાત્કાલિક કડક પગલા ભરવાની જરૂર છે. અન્યથા રાણપુરમાં કોરોના વકરી શકે છે.હાલ રાણપુરના તમામ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.રાણપુર ના લોકો કોરોનાને હરાવવાની જગ્યા એ પોતે હારવા બેઠા હોય તેવી રીતે માસ્ક પહેર્યા વગર જાહેરમાં હરી-ફરી રહ્યા છે.આવા લોકો સામે સરકારી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક પગલા ભરી સરકારી ગાઈડ લાઈન નો ચુસ્તપણે અમલ કરાવો જરૂરી છે.અન્યથા રાણપુરમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતી ઉભી થઈ શકે છે.

વિપુલ લુહાર

IMG-20210408-WA0061-2.jpg IMG-20210408-WA0062-1.jpg IMG-20210408-WA0063-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!