જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે પંચાયતના સભ્યોએ રસી લીધી

જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે રોહિસા ગામ ના સરપંચ શ્રી વીજાણંદ ભાઈ વાઘેલા , ઉપ સરપંચ શ્રી ભુપત ભાઈ વેલા ભાઈ વાઘેલા , ગામ આગેવાન લખમણ ભાઈ નાથા ભાઈ રાઠોડ દ્વારા રોહિસા ગ્રામપંચાયત ખાતે કોરોના ભુપતભાઇ એ જાતે રસી મુકાવી દરેક ગ્રામ જનો ને રસી મુકવા માટે અપીલ કરેલ , વધુ માં 45 થી 60 વર્ષ સુધી ના તમામ ગંભીર બીમારી વાળા અને બીમારી વગર ના લોકો તથા 60 વર્ષ કરતા મોટી ઉંમર ના સિનિયર સિટીઝન ના લોકો રસી મુકાવી શકે તે હેતુ જરૂરી જાહેરાત પણ કરેલ , તથા આ રસી ની કોઈ આડઅસર નથી તથા રસી સંપૂર્ણ સુરક્ષિત છે , કોઈ પણ પ્રકાર ના ડર વગર દરેક લોકો રસી મુકવા માટે જણાવેલ , આ રસીકરણ કેમ્પ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ્બી ની ટીમ માં સ્થાનિક આશા બહેનો , ચંદાબેન , કંચન બેન મોડાસીયા , પ્રદીપ ભાઈ , યાસ્મીન બેન , મેઝબિન બેન , સુપ સંદીપભાઈ દેવળીયા , વગેરે એ હાજર રહેલ . આ કાર્યક્રમ ની સફળતા નો જશ સંપૂર્ણ રીતે ગામ ના સરપંચ શ્રી તથા ઉપ સરપંચ શ્રી અને લક્ષ્મણ ભાઈ ના ફાળે જાય છે તેવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ્બી ના મેડિકલ ઓફિસર ડો બલદાણીયા ની અખબારી યાદી માં જણાવેલ .