ગારીયાધારના પચ્ચે ગામ રોડ પર ગંદકીનું સામ્રાજય

ગારીયાધારના પચ્ચે ગામ રોડ પર ગંદકીનું સામ્રાજય
Spread the love

હાલ સંપૂર્ણ ભારતમાં કોરોના મહામારી સરમસીમા એ છે .ત્યારે ગારીયાધાર તાલુકાના પચ્ચેગામ રોડ પર દેપલાપરાની સામે મોટા પાયા પર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે . તો જ્યારે વેરો લેવાનો હોઈ ત્યારે તો નગરપાલિકા લોકોની પાસેથી ઉઘરાણીએ આવી જાય છે . બીજી બાજુ નાગરિકોને તેની સામે સુવિધા મળતી નથી . આ બાબતે નગરપાલિકાના સત્તાધિકારીઓનું કહેવું છે કે ત્યાં સફાઈ કર્મચારી સફાઈ માટે આવે છે . પરંતુ અહીંયા નગરપાલિકા ના કોઈ
પણ સફાઈ કર્મચારી રસ્તાની સાફ કરવા માટે આવી રહ્યા નથી . આ બાબતે અહીંના લોકોનું એવું કહેવું છેકે તેમને જો કોઈ કોરોનાની અથવા અન્ય કોઈ બીમારી લાગુ પડશે તો જવાબદરી કોની રહેશે .

રિપોર્ટ વિક્રમ સાખટ રાજુલા

IMG-20210409-WA0046-1.jpg IMG-20210409-WA0045-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!