ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતરના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર

ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતરના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર
Spread the love
  • ઉમરાળા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતરના વધારેલા ભાવ પરત ખેંચવા માંગણી કરાઈ

ઉમરાળા તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ પ્રમુખ હરિચંદ્રસિંહ ગોહિલએ યુરિયા ખાતરના વધારેલા ભાવ પરત ખેંચવા લેખીત માંગણી કરેલ છે, ખાતરનું ઉત્પાદન કરતી ઈફકો કંપનીએ ડી.એ.પી. યૂરિયા ખાતરની એક બેગ ઉપર રૂ. ૭૦૦ જેટલો ભાવ વધારો કરેલ છે, જ્યારે એ.એસ.પી. ખાતરની એક બેગ ઉપર રૂ. ૩૭૫ જેટલો ભાવ વધારો કરવામા આવેલ છે, તેમજ એન.પી.કે. ખાતરની એક બેગ ઉપર રૂ. ૬૧૫ જેટલો ભાવ વધારો કરવામા આવેલ હોવાથી આ વધારો ખેડૂતો માટે અસહ્ય ગણાય,આટલો મોટો ભાવ વધારો કરવાથી જગતાત ઉપર આર્થિક ભારણ વધશે અને ખેડૂત ભાઈઓ મુશ્કેલીમા મુકાશે.ખેડૂતોને આવા આર્થિક ભારણમાથી બહાર લાવવા યૂરિયા ખાતરની થેલી ઉપર વધારેલ ભાવ ઈફકો કંપની પરત ખેંચે અને ખેડૂતોને આર્થિક રાહત અપાવવા ગુજરાત સરકાર દરમ્યાનગીરી કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી માંગણી ઉમરાળા તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરિચંદ્રસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કરણસિંહ ગોહિલ, અલમપર તાલુકા પંચાયત સીટ સભ્ય કીર્તિસિંહ ગોહિલ,ઉમરાળા ખેડૂત આગેવાન બુધાભાઇ સવાણી સહિતના દ્વારા ઉમરાળા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિ મંત્રી આર. સી. ફળદુને લેખીતમા ધારદાર માંગણી કરેલ છે.

IMG-20210409-WA0044.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!