10 એપ્રિલના યોજાનાર લોક અદાલત હવે આવતા મહિનાની 8 તારીખે યોજાશે

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સુચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી દ્વારા અમરેલી જિલ્લામાં ૧૦/૪/૨૦૨૧ના રોજ વિવિધ કેસોના નિકાલ માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હાલ કોવીડ-૧૯ ની મહામારીને લીધે મુલતવી રાખવામાં આવેલ છે. આગામી મહિને એટલે કે તા. ૮/૫/૨૦૨૧ ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : નિલેષ પરમાર