જાફરાબાદના લોઠપુરમાં કેનાલ રીપેર કરવા માંગણી

જાફરાબાદના લોઠપુરમાં કેનાલ રીપેર કરવા માંગણી
Spread the love
  • જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા પત્ર પાઠવી રજુઆત

જાફરાબાદ ના લોઠપુર ગામમાં આવેલ કેનાલ રીપેર કરવા માંગણી ઉઠવા પામી છે આ બાબતે પાણી પુરવઠા મંત્રી ને પત્ર પાઠવી રજુઆત કરી છે. જિલ્લા પંચાયત ના સદસ્ય કરશનભાઇ ભીલ દ્વારા કુંવરજીભાઇ બાવલિયા ને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે ધતારવડી 2 માંથી ખેડૂતોને સિંચાઇઅંતે પાણી આપવા કેનાલ બનાવાઈ છે જે હાલમાં તૂટી ગયેલ છે આથી આજદિન સુધી ખેડૂતોને પાણી આપવામાં આવેલ નથી અને ખેડૂતોને કોઈ પાણીનો લાભ મળેલ નથી આ કેનાલથી આજુબાજુના દસ ગામોને ફાયદો થાય તેમ છર આ બાબતે અવાર નવાર રજુઆત કરી છે ત્યારે આજદિન સુધી કોઈ કાર્યવાહી કારેલ નથી તો તાકીદે કેનાલ રીપેર કરી પાણી આપવા પત્ર પાઠવી રજુઆત કરી છે

IMG-20210409-WA0047-1.jpg IMG-20210409-WA0048-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!