નાણાંની ધીરધાર પ્રવૃત્તિના નિયમન હેઠળના કાયદા અંતર્ગત લોન ઉપરના નવા વ્યાજ દરો અમલી

નાણાંની ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત મની લેન્ડીંગ એકટ-૨૦૧૧ તથા નિયમો ૨૦૧૩ અમલમાં છે. તાજેતરના એક જાહેરનામાં દ્વારા તા. ૧૩/૧/૨૦૨૧ થી નવા વ્યાજ દરો અમલમાં મુકવામાં આવ્યા છે. જેના અનુસંધાને સુરક્ષિત લોન (તારણવાળી લોન) સંદર્ભે વાર્ષિક ૧૨% પરનો વ્યાજ દર અને અસુરક્ષિત લોન (તારણવગરની લોન) સંદર્ભે વાર્ષિક ૧૫ % પરના વ્યાજ દર રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પરવાના વિના નાણાં ધિરધાર કરવાનો ધંધો કરવો ગુનો બને છે.
લાયસન્સ વિના ધંધો કરનાર વ્યક્તિ સામે તેમજ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા વ્યાજદરથી વધુ વ્યાજ વસૂલ કરનાર વ્યક્તિને કાયદા/નિયમોના ભંગ બદલ ધીરધારકર્તા સામે શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકે છે. અમરેલી જિલ્લામાં જો કોઈ વ્યક્તિ લાઇસન્સ વિના કે રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ વ્યાજથી વધુ વ્યાજે નાણાં ધીરતા હોય, નવા પરવાના, રીન્યુઅલ પરવાના તેમજ તેને લગતી તમામ કામગીરીની રજૂઆત રજિસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ અને જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બહુમાળી ભવન, સી-બ્લોક, ત્રીજોમાળ, અમરેલી (ફોન નં. ૦૨૭૯૨ ૨૨૨૨૦૭) ને કરી શકાશે. જેની સંબંધકર્તાઓ નોંધ લઇ આ કાનુની જોગવાઇઓનું ચુસ્ત પાલન કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : નિલેષ પરમાર