સુરતમાં કોરોનાની ઘરે સારવાર લેતા દર્દીઓ માટે તેમના ડોક્ટર રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવી શકશે

સુરતમાં કોરોનાના ગંભીર પેશન્ટ ને ધ્યાનમાં રાખી ને જે વ્યક્તિ ઘરે રહીને કોરોના ની સારવાર લેતા હોય તો તેમનાં જે તે ડોક્ટર જીલ્લા કલેક્ટરમાં ઇ-મેલ કરીને રેમડેસિવીર ઇન્જેક્શન મંગાવી શકે છે કોરોના ના કેસો વઘતાં રેમડેસિવીર ઇન્જેકશનની ફરી અસર જોવા મળી રહી છે ઇન્જેક્શન સબંધીને બદલે દર્દી હોસ્પિટલમાં સારવાર લે છે તે હોસ્પિટલમાં અધિકૃત વ્યક્તિ ને જ ફાળવવાનો આદેશ થયો છે છતાં મોટી સંખ્યામાં લોકો નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ પર ઇન્જેક્શન લેવા ભારે ધસારો કરી રહ્યાં છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે લોકોએ ઇન્જેક્શન માટે હોસ્પિટલે જવાની જરૂર નથી હોમ આઈસોલેશન માં સારવાર લેતાં હોય તેવા દર્દીઓને રેમડેસિવીર ની જરૂર પડે તો તેમનાં ડોક્ટર કલેકટરને ઈ-મેલ કરીને ઇન્જેક્શન મેળવી શકે છે જોકે આ કિસ્સામાં પણ ડોક્ટર અધિકૃત કરે તે વ્યક્તિને જ નવી સિવિલ કે સ્મીમેર હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળશે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા (સુરત)