થરાદ તાલુકાના આસોદર ગામે વીજ કંપનીની બેદરકારી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર વીજ કંપની બેદરકારી સામે આવી છે થરાદ તાલુકાના વેપારી ગામ આસોદર ગામે વીજ કંપનીની લાઈન પસાર થાય છે વીજ લાઈન નો પોલ આસોદર બસ સ્ટેન્ડ ની બાજુમાં રસ્તા ને અડી ને ઉભો છે જે ૨૦૧૭ માં આવેલા પુરને કારણે પડી જવા પામ્યો હતો જોકે ગામ લોકો ની મદદથી વીજ પુરવઠો બંધ નાં રહે તેવા પ્રયાસો થી ઉભો કરવામાં આવ્યો હતો.
જોકે ગામ લોકો એ ઉભો કરેલો વીજ પોલ ક્ષતિ વાળો હોવાથી વીજ કંપનીની જવાબદારી બને છે કે સારી રીતે અકસ્માત નાં સજૅન નાં થાય એવી રીતે ઉભો કરવો પરંતુ ઉત્તર ગુજરાત વીજ કંપની ને એમની જવાબદારી હોય એવું લાગતું નથી અને ચાર વર્ષ સુધી જવાબદારી દેખાતી નથી .ગામ લોકો ની આંખે દેખાતો વીજ કંપનીના કમૅચારીઓ ને કેમ દેખાતો નથી તેવો પ્રશ્ન ઉભો થાય છે.વીજ પોલ ૧૫ ફુટ થી પણ નીચો હોવાથી અવાર નવાર ઘાસચારો ભરીને જતા વાહનો ને અડચણ ઉભી કરે છે આગ લાગવાનો સંભવ રહે છે વીજ કંપની પોલ ને ઠીક કરશે કે મોટા અકસ્માત ની રાહ જોશે એતો સમય જ બતાવશે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)