ડભોઇ : કુબેર ભંડારી મંદિર કોરોનાની પરિસ્થિતિને જોતા અચોક્કસ મુદત માટે બંધ
ડભોઇ તાલુકા ના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવા કુબેર ટ્રસ્ટ મંડળ દ્વારા સ્વૈચ્છીક નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ વધી રહેલા કોરોના સંક્રમણ ના કારણે ભક્તો ના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.છેલ્લા થોડા સમય થી કોરોના એ ફરી માથું ઊંચક્યું છે દિવસે ને દિવસે કોરોના ના કેશ વધી રહ્યા છે.કુબેર ભંડારી મંદિર માં દર્શન માટે હંમેશા ભક્તો ની લાંબી કતારો લાગેલી રહે છે.
જે જોતા ટ્રસ્ટ દ્વારા ભીડ ભેગી ના થાય અને સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન થાય તે માટે જરૂરી પગલાં રૂપે મંદિર અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવા નો સ્વૈચ્છિક નિર્ણય લેતા તેઓના નિર્ણય ને જનતા એ આવકર્યો છે.આ સાથે જ ભક્તો કુબેર દાદા ના દર્શન ઘેર બેઠા કરી શકે તે માટે ઓનલાઈન દર્શન ની સુવિધા મંદિર ની વેબસાઈટ પર ચાલુ રહેશે.આજરો 13-4-2021 થી આગામી આદેશ સુધી મંદિર બંધ રહેશે જેની જાણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને ભક્તો ને સહકાર આપવા અપીલ કરી છે.