ડભોઇ નગરપાલીકા તેમજ ભાજપ દ્વારા બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી

આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતિ નિમિતે ડભોઇ મુકામે બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે આવેલ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરી ગરીબ બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ ડભોઇ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી તથા રાષ્ટ્રીય યુવા કિશાન સંગઠન ની આગેવાની માં રાખવામાં આવ્યો હતો. જ્યાં સરકારી ગાઈડલાઈ નું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું હતું અને માસ્ક તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ નો અમલ કરવામાં આવ્યો હતો. સંવિધાનના ગઢવૈયા બાબાસાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતિ નિમિતે ડભોઇ ખેતીવાડી બજાર સમિતિ પાસે આવેલ આંબેડકર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના ડભોઇ તેમજ જિલ્લાના આગેવાનોએ હાજરી આપી બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
જે ઉપક્રમે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલના વરદ હસ્તે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરાવવા માં આવ્યું હતું.ઉપરાંત વડોદરા જિલ્લા મહામંત્રી ડો બી.જે.બ્રહ્મભટ,મંત્રી ડો મહેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ કારોબારી સભ્ય શશિકાન્તભાઈ પટેલ,ડભોઇ શહેર પ્રમુખ ડો સંદીપભાઈ શાહ,નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,તથા તમામ નગરપાલિકા કોર્પોરેટરો તથા દલિત આગેવાનો અને વડોદરા જિલ્લા અજા મોરચા ના પ્રમુખ વિનોદભાઈ સોલંકી આ પ્રસંગે હજાર રહ્યા હતા.