એગ્રીગેટર વિરુદ્ધ માર્કેટપ્લેસ બિઝનેસ મોડેલ
મેનેજમેન્ટ મેજિક ભાગ ૪૧
આજના સમયમાં નવા ઉદ્યોગ સાહસિકો પરંપરાગત બિઝનેસ કરવાની જગ્યાએ નવા પ્રકારના બિઝનેસ મોડેલ ને પ્રાથમિકતા આપે છે. આ નવા પ્રકારના બિઝનેસ મોડેલ્સમાં જે હમણાં ખુબ જ પ્રચલિત છે એ છે એગ્રીગેટર બિઝનેસ મોડેલ અને માર્કેટપ્લેસ બિઝનેસ મોડેલ. આમતો બંને બિઝનેસ મોડેલમાં ઘણી સામ્યતા છે છતાં ઘણો ફર્ક પણ છે તો આવો આજે આપણે તે સમજવાની કોશિશ કરીએ.
- માર્કેટપ્લેસ મોડેલ મૂળભૂત રીતે વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન છે જેમાં બહુવિધ વિક્રેતાઓના વિવિધ ઉત્પાદનો શામેલ છે અને વેચાણકર્તાઓને એક વિશાળ પ્લેટફોર્મ પર તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે પરવાનગી આપે છે. માર્કેટપ્લેસ મોડેલ વેચાણકર્તાઓ અને ખરીદદારોને એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરવાનું કાર્ય કરે છે. પરંતુ ઉત્પાદનોની માલિકી તેમની નથી હોતી. દા.ત .: એમેઝોન, ફ્લિપકાર્ટ, ઇબે, વગેરે. બીજી તરફ એગ્રિગેટર બિઝનેસ મોડેલ મૂળભૂત રીતે એક નેટવર્ક મોડેલ છે જે એક જ બ્રાન્ડ નેમ હેઠળ એક વિશાળ પ્લેટફોર્મમાં બહુવિધ સેવા પ્રદાતાઓને સામેલ કરે છે. આ પ્લેટફોર્મ સેવા પ્રદાતાઓને તેમના ગ્રાહકો સાથે પણ એક બ્રાન્ડ હેઠળ જ જોડે છે. દા.ત .: ઓલા, સ્વિગી, ઉબેર, ઓયો, વગેરે.
- માર્કેટપ્લેસ મોડેલની પોતાની બ્રાન્ડ હોય છે પરંતુ તેમાં સામેલ વિક્રેતાઓ તેમના ઉત્પાદનો તેમના પોતાના બ્રાન્ડ નામો હેઠળ વેચી શકે છે જેમેકે એમેઝોન પર તમે એક વિક્રેતા તરીકે જોડાઈને પોતાના નામથી ઉત્પાદનો વેચી શકો છો જયારે પરંતુ એગ્રીગેટર મોડેલમાં, બધી સેવાઓ એક જ બ્રાન્ડ નામ હેઠળ પ્રદાન કરવામાં આવે છે.
- માર્કેટપ્લેસ મોડેલમાં એડમિન કંઈપણ માલીકી ધરાવતા નથી અને વિવિધ વેચાણકર્તાઓને પ્લેટફોર્મ પ્રદાન કરીને આવક મેળવે છે. માર્કેટપ્લેસ બિઝનેસમાં બહુવિધ વિક્રેતાઓ તમામ ઉત્પાદન વિગતો, શિપિંગ પ્રક્રિયા, વગેરે માટે જવાબદાર હોય છે. એમેઝોન પર તમે એક વિક્રેતા તરીકે જોડાઈને પોતાના નામથી ઉત્પાદનો વેચી શકો છો જયારે પરંતુ એગ્રીગેટર બિઝનેસ મોડેલમાં, સર્વિસ પ્રોવાઇડર્સ વ્યવસાયના કર્મચારી નથી
અને તેમને સર્વિસ ઓર્ડરને નકારવા અથવા સ્વીકારવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. એગ્રીગેટર બિઝનેસ મોડેલ એક જગ્યાએ અનેક ક્ષેત્રોનું આયોજન કરીને અને તેના પ્લેટફોર્મમાં વિવિધ સેવા પ્રદાતાઓ માટે ગ્રાહકો મેળવવા માટે વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ વિકસિત કરીને આવક મેળવે છે. - માર્કેટપ્લેસ મોડેલમાં, ઘણા વિક્રેતાઓ જુદા જુદા ઉત્પાદનોને વિવિધ ખરીદદારોને વેચે છે. તેથી, ઉત્પાદની
ગુણવત્તામાં ફર્ક હોય શકે છે કારણ કે સમાન ઉત્પાદનો વિવિધ વિક્રેતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે જેમાં ઉત્પાદનોમાં વિવિધ ગુણો અલગ હોય શકે છે. બીજી તરફ એગ્રીગેટર બિઝનેસ મોડેલમાં, બ્રાન્ડ નામ એ પ્રતિષ્ઠિત ઓળખ છે અને તે એકસરખા ધારાધોરણ આપવામાં માને છે. તેથી, સેવા પ્રદાતાઓ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવા અને કરાર દરમિયાન આપેલા વચન મુજબ સેવા આપવા બંધાયેલા છે. - આગળ જણાવ્યું તેમ માર્કેટપ્લેસ મોડેલમાં ઘણા બધા વિક્રેતાઓ સામેલ હોય છે અને તેઓ પોતાના ઉત્પાદનો પોતાના બ્રાન્ડ નેમથી પોતાના ભાવથી વેચી શકે છે. એટલે જ આપણે ઘણી વાર જોઈએ છે કે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર એક જ પ્રકારના ઉત્પાદનના અલગ અલગ ભાવ હોય છે જયારે બીજી તરફ એગ્રીગેટર બિઝનેસ મોડેલમાં બધાજ વિક્રેતાઓ એક જ બ્રાન્ડ નેમ હેઠળ એક જ રીતની સેવા આપવા બંધાયેલા હોવાથી ભાવમાં ફર્ક કરી શકાતો નથી. જેમકે ઓલા કે ઉબેરમાં તમે રાઈડ બુક કરાવશો તો કોઈની પણ માલિકીની ટેક્ષી આવશે, ભાવ એ જ રહેશે. જે ગ્રાહકથી નજીક હોય એ આ ઓર્ડર લઇ શકે છે. ભાવની સમાનતા રહેશે એ બાબત પર તેઓ જયારે કરાર કરે છે ત્યારે જ સંમતિ આપવાની હોય છે.
એગ્રીગેટર અને માર્કેટપ્લેસ બિઝનેસ મોડેલમાં જુદી જુદી સુવિધાઓ હોવા છતાં, તે બંને વિક્રેતાઓ અને ખરીદદારોને એક સમાન પ્લેટફોર્મ પર જોડે છે. બંનેમાં ગ્રાહક સેવા લગભગ સમાન અને સારી હોય છે. પરંપરાગત રીતે ચાલતા બિઝનેસમાં મૂડી અને મહેનત કરીને તમે જે મકામ પર પહોંચો છો એ જ જગ્યા પાર પહોંચતા તમને એગ્રીગેટર અને માર્કેટપ્લેસ બિઝનેસ મોડેલમાં ઓછો સમય લાગશે અને તે પણ ઓછા જોખમે. તેથી જ આ બંને મોડેલ્સ ખુબ જ પ્રચલિત છે.