ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇના હસ્તે નડાથી કરજણ રોડ સુધી બની રહેલ રસ્તાનું ખાતમહુર્ત

આજરોજ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ના હસ્તે ડભોઇ તાલુકાના નડાથી કરજણ રોડને જોડતા 1/7 કી.મી.ના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિકાસના કામો ખૂબ જ ઝડપથી થઈ રહ્યા છે જેનો લાભ ડભોઈ શહેર અને તાલુકાની જનતા ને મળી રહ્યો છે. જે પૈકી આજરોજ નડા ગામથી ડભોઇ કરજણ રોડને જોડતા 1/7 કી.મી ના રોડ 70.32 લાખના ખર્ચે બનનાર છે.
જેનું ખાતમુહૂર્ત ડભોઇના ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવતા નડા ગામના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અને વિકાસના કાર્યો માટે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) નો આભાર માન્યો હતો. આજરોજ થયેલ ખાતમુહૂર્ત પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય અશ્વિનભાઈ પટેલ(વકીલ) નડા ગામના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશ ભાઈ પટેલ હજાર રહ્યા હતા.