ડભોઇ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષકનું વાર્ષિક ઇન્સ્પેકસન સંદર્ભે હથિયારોનું સર્વિસિંગ

ડભોઇ પોલીસ સ્ટેશનમા જીલ્લા પોલીસ અધિક્ષકનુ વાર્ષિક ઇસ્પેક્શન આવી રહ્યુ હોય પોલીસ સ્ટેશનની સફાઇ સાથે પોલીસ જવાનોના હથિયાર ભંડાળમા રહેલા જુદાજુદા હથિયારોને ઓઇલીંગ કરી સર્વીસ સાથે સફાઇ હાથ ધરાઇ હતી. તેમજ હથિયારોની ગણતરી કરવા સાથે એક્સ્પાયર થયેલા દારુગોળાને નાશ કરવા જુદા તારવી તમામ હથિયારો અપટુડેટ કરાયા હતા.
જીલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઇ ધ્વારા રુટીંગ કામગીરીના ભાગરુપે ડભોઇ પોલીસ સ્ટેશનનુ વાર્ષિક ઇસ્પેકશન હાથ ધરવા સાથે પોલીસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવાના હોવાથી પોલીસ સ્ટેશન બિલ્ડીંગની સફાઇ, પ્રાંગણની સફાઇ તેમજ પોલીસના હથિયાર ભંડાળમા રહેલા જુદાજુદા હથિયારો ઇન્સાસ રાઇફલ, 09 એમ.એમ.કાર્બન, મશીનગન, 410 મસ્કેટ, ગેસગન, બારબોર પંપ એક્શનગન સહીત આધુનિક હથિયારોની સર્વીસ માટે ખાસ વડોદરા છાણી હેડક્વાર્ટર આર્મ્સ વર્ક શોપથી હથિયાર સર્વીસનુ જ્ઞાન ધરાવતા એ.એસ.આઇ.ભીમસીંગભાઇ જાગૃતભાઇ તેમજ પો.કો. કલ્પેશભાઇ કાનજીભાઇ હથિયાર સર્વીસ અને ઓઇલીંગ સફાઇ માટે ખાસ આવ્યા હતા.તેમજ કાર્તુસો,ટીયરગેસ સહીત ના દારુગોળા ની પણ ગણતરી કરાઇ હતી.