ડભોઇ તાલુકાના કરણેટ વોટર વર્કસના પાઇપલાઇનમાં લીકેજને કારણે પાણીનો વેડફાટ
ડભોઇ તાલુકા ના કરણેટ ગામે ડભોઇ નગરપાલિકાને પાણી પહોંચાડવા માટે નું વોટરવર્ક્સ આવેલું છે. જ્યાંથી ડભોઇ શહેરને પીવા તેમજ વપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. આ વોટરવર્ક્સની લાઇનમાં ડભોઇ તાલુકાના બોરીયાદ અને કરણેટ ગામ વચ્ચે વાટામાં લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. તથા લીકેજમાંથી નીકળતું પાણી આસપાસના ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોનો ઉભો પાક બગડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગેની રજુઆત ગ્રામજનો તથા ખેડૂત મિત્રો એ ડભોઇ નગરપાલિકમાં વારંવાર કરી હોવા છતાં ડભોઇ નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ નિરાકરણ ન લાવતા નિદ્રાધીન તંત્ર દ્વારા આંખ આડા કાન કરી દીધા હોવાનું જાણવા મળેલ છે.
આ સમસ્યા છેલ્લા 4 મહિના થી ખેડૂતોના માથાના દુખાવો બની જતા આ સમસ્યા નું નિરાકારણ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત વાટામાં લીકેજમાંથી નીકળતા પાણી થી સ્થળ પર પાણી ન ખાબોચિયા ભરાઈ જાય છે ત્યારે બાદ જ્યારે ગામ માં લાઈટો જાય છે ત્યારે પાણીનું સપ્લાઇ બંધ થતાં જ બહાર ખાબોચિયામાં ઘેરાયેલ ગંદુ પાણી લીકેજ માં પાછું બેક મારે છે જે ગંદુ પાણી ડભોઇ માં પીવા માટે છોડવામાં આવે છે નુ જાણવા મળેલ છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં ગંદા પાણી ન કારણે પાણીજન્ય રોગચાળો ફેલાય છે તો જવાબદારી કોની?ડભોઇ નગરપાલિકા તથા વરીગૃહના ચેરમેન આ સમસ્યા અંગે ગંભીરતાથી વિચારી તાત્કાલિક નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.