ડભોઇમાં રહેતા 7 વર્ષના ભૂલકાંએ રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી

ડભોઇમાં રહેતા 7 વર્ષના ભૂલકાંએ રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી
Spread the love

એક તરફ કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે બીજી તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. એવામાં ઇસ્લામ ધર્મના પવિત્ર માસ રમજાન માસની શરૂઆત થઇ ચુકી છે. રમઝાન માસ એટલે કે અલ્લાહની ઈબાદતનો મહિનો આ મહિનામાં મુસ્લિમ બિરાદરો રોજા રાખી પાંચ ટાઈમની નમાજ અદા કરે છે. રોજા દરમિયાન રોજદાર શહેરીના સમયથી ઇફતારીના સમય સુધી ભૂખ્યા પ્યાસા રહી ઉપવાસ કરવામાં આવે છે અને અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે.

રમઝાન માસમાં નાના મોટા સૌ કોઈ રોજા રાખે છે. જેમાં નાના ભૂલકાં ઓ પણ બાકાત નથી. જે પૈકી ડભોઇમાં રહેતા નાનકડા રોઝદાર મો. એહતેસામ ઇમરાનહુસેન મલેક ઉંમર 7 એ ખૂબ નાની વયે રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી હતી. આટલી નાની વયે આખો દિવસ ભૂખ્યા રહી અલ્લાહ ની ઈબાદત કરતા નાના રોઝદાર એ ઈબાદત ની સાથે સાથે કોરોના નામક બીમારી દુનિયામાં થી જલ્દી દુર થાય તેવી દુઆ કરી હતી.

IMG-20210417-WA0014.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!