નવી વ્યવસ્થા ઉભી કરીએ છીએ, તેની સામે જરૂરિયાત વધે છે, તમામ હોસ્પિટલ હાઉસફૂલ છે

રાજ્યમાં કથળેલી કોરોનાની સ્થિતિને લઈ આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રોજ 9000થી વધુ કેસો આવે છે. બીજી લહેરમાં કોઈ જિલ્લા કે તાલુકામાં કેસ નથી એવું રહ્યું નથી.
બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. નવી વ્યવસ્થા ઉભી કરીએ છીએ તેના કરતાં જરૂરિયાત વધુ છે. દર્દીઓ માટે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જગ્યા ઓછી છે. 1200 બેડ હોસ્પિટલ કુલ થઈ ગઈ છે એક પણ નવા દર્દીને દાખલ કરી શકાય એમ નથી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બધી હોસ્પિટલમાં બેડ ભરેલા છે. ઓક્સિજન લેવલ 95થી ઘટી જાય તો જ હોસ્પિટલમાં દાખલ થાય તેવી વિનંતિ છે. 108માં 300થી 400 કોલ વેઈટીંગમાં છે. ક્યાં દર્દીને ક્યાં મોકલવા તેની વ્યવસ્થા IAS દિલીપ રાણાને સોંપી છે. બીજી હોસ્પિટલ દાખલ કરે કે ના કરે. જવાબદારી નિભાવે કે ન નિભાવે પણ સિવિલ હોસ્પિટલમાં આવેલા તમામ દર્દીઓને દાખલ કરવા પ્રયત્ન કરીએ છીએ.