પાલનપુર ખાતે રેમડીસીવિર ઇંજેક્શનનો જથ્થો મળી આવ્યો

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના નાં કપરાં ચઢાણ માં દવા નો જથ્થો ઝડપી પાડયો હતો જે પાલનપુરની ખાનગી ભુમાં હોસ્પિટલના તબીબે હોમ આઇસોલેશનમાં દર્દીઓને ઇન્જેક્શન અપાતા આરોગ્ય વિભાગએ નોટિસ પાઠવવાની કાર્યવાહી શરૂ કરી છે. શનિવારે આડેધડ ઇન્જેક્શન ફાળવતા કલેકટરે કોવિડ હોસ્પિટલમાં તપાસના આદેશ આપતા ખાનગી રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે માંગ વચ્ચે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ હરિયાણી, સુઈગામ તાલુકા હેલ્થ ઓફિસર કેપી દલવાડિયા, ડીસા અર્બન હેલ્થ ઓફિસર ડો.જીનલ પટેલએ કલેકટરની સૂચનાથી ડોક્ટર હાઉસ વિસ્તારની જે હોસ્પિટલ એ દવાનો વધુ જથ્થો મેળવ્યો હતો.
હોસ્પિટલમાં થયેલી ક્ષતિઓ સામે આવી હતીડો.જીગ્નેશ હરીયાણી જણાવ્યું હતું કેશનિવારે વધુ પડતો ઇન્જેકશનનો જથ્થો દર્દી પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફના સંચાલકો લઈ ગયા હતા જેને લઇ તપાસ કરતાં જે ક્ષતિ સામે આવી છે તેને લઇ પોલીસ કાર્યવાહી ઉપરાંત રજીસ્ટ્રેશન કેમ રદ ના કરવું તેને લઇ નોટિસ પાઠવવા ની કામગીરી કરવામાં આવશે.”.આવી હોસ્પિટલ વીરુદ્ધ કાયૅવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)