ડભોઇ : મુસ્લિમ સમાજ દ્વારા પયગંબર મુસ્તુફા વિષે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ પગલાં લેવા આવેદન

ડભોઇ : મુસ્લિમ સમાજ દ્વારા પયગંબર મુસ્તુફા વિષે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ પગલાં લેવા આવેદન
Spread the love

ઉત્તરપ્રદેશ ના ગાજીયાબાદ ના શિવશક્તિધામ ડાસરા મંદિરના મહંત નરસિંહાનંદ સરસ્વતી નામ ના ઇસમે મુસ્લિમ સમાજ અને મહાન પયગંબર હજરત મહંમદ મુસ્તુફા વિશે એક પ્રેસ કોન્ફ્રાન્સ દરમિયાન અભદ્ર ભાષા નો પ્રયોગ કરતા સમસ્ત મુસ્લીમ સમાજ ની લાગણી દુભાતા તેના વિરોધ માં સમસ્ત ડભોઇ મુસ્લિમ સમાજ દ્વારા નાયબ કલેક્ટર , જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર દેશ માં ધ લોજિકલ ઇન્ડિયન નામ ની વેબન્યૂઝ નામની ન્યૂઝ ચેનલ પ્રસારિત થાય છે.

તા 3-૪-૨૦૨૧ ના રોજ આ ન્યૂઝ ચેનલ પર મહંત નરસિંહાનંદ સરસ્વતી દ્વાર એક પ્રેસકોન્ફરન્સ કરી મહંત દ્વારા જાણી જોઈ ઈરાદા પૂર્વક મુસ્લિમ ધર્મ અને તેમના પયગંબર હજરત મહંમદ મુસ્તુફા વિશે અભદ્ર ભાષા નો ઉપયોગ કરતા દેશ માં બે કોમ ની એકતા અખંડતા તોડવા ના પ્રયાસ રુપે પ્રેસ કોન્ફ્રાન્સ નું ઇરાદાપૂર્વક આયોજન કરવામાં આવતા સમગ્ર મુસ્લિમ સમાજ ની લાગણી દુભાઈ હોવાથી આજરોજ મહંત સામે કડક માં કડક પગલાં લેવા તેમજ કાયદેસર નીં કાર્યવાહી કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

IMG-20210419-WA0016.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!