થરાદ પોલીસ દ્વારા દારુની હેરાફેરી ઝડપી લેવામાં સફળતા
બનાસકાંઠા જિલ્લામાં દારુ નો પકડાઈ જવા સીલસીલો યથાવત છે ત્યારે થરાદ પોલીસ સ્ટાફ નાં માણસો ખાનગી વાહનમાં ના પોસ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ચેક કરતા કરતા વાઘાસણ ગામની સીમમાં કોડ ગામ તરફથી આવતી કાચા નેળિયામાં આવતી એક ગાડી આવતી હોઈ જેને ખાનગી ગાડીની લાઈટનું ડીપર આપી રસ્તામાં રોકાવતા સદર ગાડીમાં બેસેલા બે ઈસમો સંકાસ્પદ લાગતા નામ પુછતા તેણે પોતાનું નામ ભરતભાઈ ઉર્ફે જેમલભાઈ જયમલભાઈ જાતે, (ચૌધરી પટેલ) દાતીયા તા. થરાદવાળા હોવાનું જણાવેલ.
ત્યારબાદ બીજાનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ સમરથારામ દેવારામ રબારી ગામ ગોળાસણ તા.સાચોર હોવાનું જણાવ્યું હતું.પોતના ભોગવટાની સ્વીફ્ટ કાર જીજે ૧૮ બીબી ૬૬૦૮ નંબર ની વગર પરમીટ નો વિદેશી દારૂ ભરેલી હતી જેમાં કુલ વિદેશી દારૂ તેમજ મોબાઇલ, ગાડીઅને રોકડ રકમ સાથે કુલ કિ.૪,૫૨,૬૪૬/- નાં મુદામાલ સાથે બને પકડાઈ જઈ ગુના કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)