થુવાવી શ્રી સી.ડી.પટેલ વિદ્યલાયના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાની સ્પર્ધા માં પ્રથમ સ્થાન મેળવ્યું

ડભોઇ થુવાવી ગામે આવેલ શ્રી સી ડી પટેલ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓનો તાલુકા કક્ષાએ યોજાયેલ ગણિત વિજ્ઞાન મેળામાં વિભાગ 1 માં ઇકો ફ્રેન્ડલી સામગ્રીમાં પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો હતો. જેનું નામ ઇકો ફ્રેન્ડલી સ્માર્ટ સીટી હતું. આ કૃતિ ને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મળતા શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ડભોઇ તાલુકાની શ્રી સી ડી પટેલ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોશી માહી તથા વણકર ધ્રુવી શાળા તરફથી સી.આર.સી કક્ષાએ તથા તાલુકા કક્ષાના યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઓનલાઈન ભાગ લીધો હતો.
જેમાં વિદ્યાર્થીઓ ની કૃતિ ઇકો ફ્રેન્ડલી સ્માર્ટ સીટી સોલાર પેનલ થી કેવી રીતે થઈ શકે તે દર્શાવવા માં આવ્યું હતું.અને આ કૃતિ શાળા ના ગણિત વિજ્ઞાન ના શિક્ષિકા રીંકલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળા ના પ્રમુખ અરવિંદ ભાઈ પટેલ તથા શાળા ના આચાર્ય ડો દિવ્યા જે ઠાકર દ્વારા વિધાર્થીઓને તથા શિક્ષક શ્રી ને શુભેચ્છા પાઠવવા માં આવી હતી.અને જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન થાય તેવી શુભકામના પાઠવવા માં આવી હતી.