પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમરાળાના વિવિધ ગામોમાં 10 દિવસ રસીકરણનું આયોજન
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના વિવિધ ગામો જેવા કે ઉમરાળા,અલમપર, રાજપરા,ધારપીપળા, કેરીયા, હાસલપુર, ગઢીયા, દેરડી અને સાંગણપુર આ તમામ ગામોમાં હાલ ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારીના સંક્રમણથી બચવા અને કદાચ કોરોના રોગ થયો હોય તો મૃત્યુથી બચવા માટે સધન કોરોના રસીકરણ કાર્યક્રમ આજે તારીખ 22/04/2021 થી તારીખ 01/05/2021 ઉપરના તમામ ગામોમાં ગોઠવવામાં આવેલ છે.
તો ઉપર મુજબના તમામ ગામના 45 વષૅથી ઉપરના તમામ લોકોએ જે દિવસે તમારા ગામમાં રસીકરણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય તે દિવસે ખુબ જ જરુરી એવી કોરોના રસી લઈ લેવી જયારે તમે રસી લેવા જાવ ત્યારે તમારુ આધારકાડૅ નંબર અને તમારો મોબાઈલ નંબર સાથે લઇને જવુ અને રજીસ્ટ્રેશન કરાવી કોરોનાની રસી લેવી કોરોના રોગ સામે લડવા કોરોનાની રસી લેવી જરૂરી છે.
અહેવાલ : વિપુલ લુહાર