થાન તાલુકાના ઉડવીગામેથી જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા
થાન તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ, જુગાર, વરલી મટકા ની બદીએ માઝા મૂકી છે. ત્યારે થાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઉંડવી ગામે રહેણાંક મકાનમાં દરોડો કરતા રોકડ રૂપિયા ૧૫૧૮૦ સાથે તીન પત્તીનો જુગાર રમતા ૮ શખ્સોને ઝડપી પાડવામાં આવતા ચકચાર ફેલાઇ જવા પામી છે. થાન પોલીસની નિષ્ક્રિયતાને કારણે પંથકમાં ખુલ્લેઆમ દારૂ, જૂગાર, વરલી મટકાની સાથે અનેક બદીએ માઝા મુકી છે.
જેને કારણે અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે ત્યારે થાન પોલીસને ચોક્ક્સ બાતમી મળી હતી કે તાલુકાના ઉંડવી ગામે ભુપતભાઈ સોમાભાઈ સારદીયાના રહેણાક મકાનમાં તીન પત્તીનો જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના આધારે પી.એસ.આઇ. જી જી..પરમાર તથા સ્ટાફનાઓએ દરોડો પાડતા રૂપિયા ૧૫૧૮૦ ની રોકડ રકમ સાથે
૧) મયા સોમા સારદિયા
૨) જુગા સોમા સારદીયા
૩) ભુપત સોમા સારદિયા
૪) સુરેશ ગાંડા સારદીયા
૫) મુન્ના મશરૂ સારદીયા
૬) સુરેશ કરમશી સારદીયા
૭) ભરત સોમા સારદીયા
૮) કેશું પુના કોઠારીયા
રે. તમામ ઉંડવી ઝડપાઈ જતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.