માણાવદર શહેરમાં વિનામૂલ્યે એન.૯૫ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું

માણાવદર શહેરમાં વિનામૂલ્યે એન.૯૫ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું
Spread the love

માણાવદર પંથકમાં વધતા જતા કોરોના કેસો ચિંતાનો વિષય બનેલ છે ત્યારે માણાવદર શહેરના ભાગ્યોદય જિનિંગવાળા ગોરધનભાઈ ગરાળા દ્વારા શહેરમાં વિનામૂલ્યે ૫૦૦૦ એન.૯૫ માસ્કનું વિતરણ કર્યું હતું. હાલ ઘણા લોકો પાસે માસ્ક જ નથી તેમજ માસ્ક ન પહેરવાંને કારણે રૂપિયા ૧૦૦૦નો દંડ ભરવો પડે છે ત્યારે કોરોનાના ઘાતક રોગથી બચવા અને રોગનો ફેલાવો અટકાવવા ના પ્રયાસો કર્યા છે.

આ તકે ગોરધનભાઈ ગરાળાએ વ્યક્તિગત માસ્ક વિતરણ કરી માસ્ક પહેરાવ્યા અને માસ્ક નહીં પહેરેલ હોય તો પોલીસ દંડ કરશે તેવી સમજણ લોકોને આપી હતી ગોરધનભાઈ ગરાળાએ માસ્ક વિતરણ સેવા દરમિયાન લોકોને સેનીટાઇઝરનો ઉપયોગ કરવા, સોશિયલ distance જાળવવા, વધુ સંખ્યામાં લોકોને એકત્રિત ન કરવા, રોગને ફેલાતો અટકાવવા વગેરે બાબતે અનુરોધ કરાયો હતો.

અહેવાલ : જીગ્નેશ પટેલ (માણાવદર)

IMG-20210430-WA0038-1.jpg IMG-20210430-WA0039-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!