મોરીયા ડેડીકેટડ કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લેતાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
મારું ગામ કોરોના મુક્ત કાર્યક્રમ બાદ શિક્ષણ અને કાયદા મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાલનપુર નજીક મોરીયા ખાતે તૈયાર કરવામાં આવેલ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લઇ ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ મંત્રીશ્રીને મોરીયા કોવિડ હેલ્થ સેન્ટર વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ હેલ્થ સેન્ટરમાં ઓક્શિજનની લાઇન સાથેના ૧૫૦ બેડ, આઇ.સી.યુ. બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને ર્ડાકટરો તથા સ્ટાફ નર્સની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
આ હેલ્થ સેન્ટરમાં ઓક્શિજન પુરતા પ્રમાણમાં મળે તો કોરોના સંક્રમિત દર્દીઓની વધુ સારી રીતે સારવાર કરી શકાય તેમ છે એમ તેમણે જણાવ્યું હતું. મંત્રીની મુલાકાત વેળાએ બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયા, ધારાસભ્યો સર્વશ્રી શશીકાંતભાઇ પંડ્યા, શ્રી કિર્તીસિંહ વાઘેલા, બનાસ મેડીકલ કોલેજના ચેરમેનશ્રી પી. જે. ચૌધરી, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ વાઘેલા, અગ્રણીઓ શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, શ્રી દિલીપભાઇ વાઘેલા, શ્રી ડાહ્યાભાઇ પિલીયાતર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.