બનાસકાંઠા સાંસદ કોરોનાની મહામારીમાં મદદે

બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા કોરોના વાયરસની મહામારીને પહોંચીવળવા માટે મતવિસ્તાર બનાસકાંઠાના જરુરીયાતવાળા સરકારી સબડિસ્ટ્રીક હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પીએચસી, સરકારી દવાખાનાઓમાં કોરોનાગ્રસ્ત દર્દિઓની સારવારમાં ઉપયોગી થઈ તેમજ માનવ જિંદગીને બચાવવા માટે ઓક્સિજન સપ્લાયના મેડિકલના સાધન તરીકે ઓક્સિજનના રેગ્યુલેટર તથા ઓક્સિજનની બોટલ (સિલેન્ડર) ખરીદવાની તાકીદે જરુરીયાત હોઈ મારી ઉપલબ્ધ બચત ગ્રાન્ટમાંથી આ સાધનો ખરીદવા સારું રુપીયા 35,00,000/- (રુપિયા પાંત્રીસ લાખ)ની ગ્રાન્ટ ફાળવું છું. જરુરીયાતવાળા સરકારી દવાખાનાઓની યાદી આ સાથે સામેલ છે. બનાસકાઠા સાંસદની વધેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવા કોરોનાની મહામારીમાં સામેલ થયા છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)