નર્મદા નિગમની કરજણ બ્રાન્ચ પોર શાખાની કેનાલમાં મસમોટું ગાબડું સર્જાયું

નર્મદા નિગમની કરજણ બ્રાન્ચ પોર શાખાની કેનાલમાં મસમોટું ગાબડું સર્જાયું
Spread the love
  • વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું

કરજણ બ્રાન્ચની પોર શાખા માં ડભોઇ તાલુકા ના ખાંડિયાકુવા અને લાભપુરા વચ્ચે આવેલ નર્મદા નિગમની કેનાલ માં મસમોટું ગાબડું છેલ્લા ઘણા સમય થી પડ્યું હોવા છતાં નર્મદા નિગમ તરફ થી કોઈ પણ પ્રકાર નું સમારકામ કેનાલ માં કરવામાં આવ્યું નથી.ઘણા સમયથી આ ગાબડું પડ્યું હતું તેની જાણ ખેડૂતો દ્વારા વારંવાર કરવામાં આવી હતી છતાં નર્મદા નિગમ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આવનારા દિવસોમાં ગાબડું મોટું થશે અને કેનાલનું પાણી નજીક ના ખેતરો માં ફરી વળશે જેનું નુકશાન ખેડૂતો ને વેઠવાનો વારો આવી શકે છે.

આવનારા ચોમાસામાં પાણીનું વહેણ વધશે જેનાથી કેનાલ માં સર્જાયેલ ભંગાણને વધુ નુકશાન કરશે જેથી કેનાલનું પાણી બહાર નીકળશે અને નજીકમાં આવેલ ખેતરો માં ખેડૂતોના પાકને નુકશાન કરશે તો જવાબદારી કોની ? હાલ તો ખેડૂતોને ભંગાણથી નુકશાન જવાની ભીતિ સેવાયી રહી છે. નર્મદા નિગમના અધિકારીઓ આ કેનાલમાં પડેલ ભંગાણની ગંભીરતા સમજી જલ્દીથી જલ્દી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.અને આવનારા ચોમાસા પહેલા આ ભંગાણનું સમારકામ કરાવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

IMG_20210505_145228.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!