હળવદમાં ખાનગી હોસ્પિટલ લેબોરેટરી મિલીભગતનો વિડીયો વાયરલ…!

- એક દર્દીને અલગ અલગ રિપોર્ટ
- પૈસાની લાલચમાં માનવતા મરી પરવારી
હળવદમાં લેબોરેટરી માં ખોટા રિપોર્ટ આવતા હોવાની ફરિયાદ અગાઉ પણ ઉઠી હતી ત્યારે ફરી વાર ખોટા રીપોર્ટ લેબોરેટરી બે અલગ-અલગ લેબોરેટરી મા અલગ રીપોર્ટ આવતા હોવાની જાગૃત નાગરિક દ્વારા કલેકટરને તપાસ કરાવવાની તાકીદ કરી હતી અને તપાસનો હુકમ કરવામાં આવે તેવી વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયા ફરતી થતાં ખાનગી હોસ્પિટલના અને મેડિકલ. લેબોરેટરી મીલીભગત નુ ષડયંત્ર હોવાનુ લોકો માની રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
હળવદમાં અગાઉ પણ લેબોરેટરીના રિપોર્ટમાં ખોટોઆવતા હોવાની ફરિયાદ ઉઠી હતી તે લેબોરેટરી ના ખોટા રિપોર્ટ બે અલગ-અલગ રિપોર્ટ આવતાં. હળવદ તાલુકાના ખોડ ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા જીગ્નેશ ભાઈ રસિકભાઈ એ બિમારી માં સપડાતા સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે અમદાવાદ લેબોરેટરી મા લેબોરેટરી નો રીપોર્ટ કરાવતા પ્લેટ કાઉન્ટ 2.લાખ.36 હજાર તમામ રીપોર્ટ નોમૅલ હતા હળવદની શિવ લેબોરેટરી મા જીગ્નેશ ભાઈ નો રીપોર્ટ કરાવતા પ્લેટ કાઉન્ટ 1.લાખ.12 હજાર આવ્યું હતું .
ત્યારે હળવદ શિવ લેબોરેટરી નો ખોટો રીપોર્ટ સામે આવતા દર્દી અને સગાં મા રોષ ભભુકી ઉઠયો હતો આમ જાગૃત નાગરિક દ્વારા કલેક્ટરને તપાસનો તાકિદે નો હુકમ કરવામાં આવે તેવો વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયા ફરતી થતાં ખાનગી હોસ્પિટલ અને મેડિકલ લેબોરેટરી મિલીભગતમાં ષડયંત્ર હોવાનુ લોકો માની રહ્યા છે અને ગામડાના અભણ લોકો પાસેથી લાલચુ અને લેભાગુ લોકો દ્વારા હળાહળ છેતરપીંડી સામે આવી છે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો અનેક હોસ્પિટલ લેબોરેટરી મેડિકલ સ્ટોરને અલીગઢના તાળા લાગી જાય તો નવાઈ નહી આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તે સમયની માંગ છે
રમેશ ઠાકોર (હળવદ)