કલોલ તાલુકામાંથી કોરોનાના વધુ 32 કેસ નોંધાયા

કલોલ તાલુકામાંથી નવા 32 કેસમાં બોરીસણામાંથી 1, વડસરમાંથી 1, ખાત્રજમાંથી 1, નારદીપુરમાંથી 1, છત્રાલમાંથી 1, રાંચરડામાંથી 2, સાંતેજમાંથી 2, આરસોડિયામાંથી 3, નગરપાલિકા વિસ્તારમાંથી 20 કેસ નોંધાયા છે. સંપર્કમાં આવેલ તમામ દર્દીઓને તેમજ તેમના ,સંપર્કમાં આવેલા તમામને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 151 કેસની સામે 141 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. નોંધનીય છે કે, આપણે હજીપણ સાવધાની રાખવાની જરૂર છે,જેથી પોઝિટિવ કેસની સંખ્યા ફરી વધે નહીં. આમ માસ્ક, સેનેટાઈઝર તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે.