વાવાજોડાની આગાહીના પગલે ડભોઇ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સલામતીના પગલાં

આજરોજ વાવાજોડાની આગાહીને પગલે ડભોઇ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાવજોડાની આગાહીને પગલે રાજ્ય સરકારના આદેશ તેમજ જિલ્લા કલેક્ટરની સૂચનાથી નગરમાં આવેલ તમામ મોટા હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી ડભોઇના ચીફ ઓફિસર એસ. કે. ગરવાલ તથા તેઓની ટિમ દ્વારા કરવામાં આવી હતી. ઝડપથી ફૂંકતા પવનમાં સલામતીના પગલાં રૂપે જાહેરાતોના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર તેમજ જિલ્લા કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વવાજોડાની અગાહીને અનુલક્ષી સલામતીના વિવિધ પગલાં તાલુકા જિલ્લા તેમજ ડભોઈ નગર ના વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે જોખમી બેનર ઉતારવાની સાથે સાથે જ જો પરિસ્થિતિ વધુ વિકટ થાય તો ઝૂંપડપટ્ટી માં રહેતા લોકો માટે સત્તર ગામ પટેલ સમાજની વાડીમાં સ્થળાંતર કરવાની વ્યવસ્થા તૈયારીના ભાગરૂપે કરવામાં આવી છે.