ખેડબ્રહ્મા: UGVCLનો પ્રજાજોગ સંદેશ

સંભવિત ભારે વાવાઝોડાંની આગાહી હોઈ વીજ પુરવઠો વિક્ષેપિત થઈ શકે છે. લોકોના જાનમાલની સલામતી માટે તેમજ વીજ ઉપકરણોની સલામતી માટે વાવાઝોડાંની તીવ્રતા જોઈને ફીડરો બંધ કરવામાં આવી શકે છે. જેથી દરેકની સલામતી જળવાઈ શકે. વાવાઝોડાંની તીવ્રતા ઓછી થયા બાદ તથા વરસાદની પરિસ્થિતિ જોઈ અનુકૂળતા જણાયે વારાફરતી ફીડરો ચાલુ કરવામાં આવશે.
જેથી તમામ ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુમાં ક્યાંય વીજ તાર તૂટેલ હોય, થાંભલો ભાંગેલ હોય કે લાઈન પર ઝાડ પડેલ હોય તો ઑફિસના ફરિયાદ નંબર પર તાત્કાલિક જાણ કરવી જેથી ઝડપથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય. વધુમાં જ્યારે સામૂહિક રીતે કુદરતી આફત આવી હોય ત્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં સમય લાગી શકે છે તો અમારી નમ્ર વિનંતી છે કે વારંવાર ફોન કરશો નહીં. કારણ કે આવા સમયે કામ પરના અધિકારી અને કર્મચારીઑ વચ્ચે સતત સંપર્ક જરૂરી હોય છે જેથી કરીને ઝડપથી વીજ પુરવઠો શરૂ કરી શકાય. તેવું નાયબ ઈજનેર યુજીવીસીએલ ખેડબ્રહ્મા એ જણાવ્યું હતું.
ધીરુભાઈ ખેડબ્રહ્મા