સુરત, વડોદરા, અંકલેશ્વર, ઝાલોદમાં 502 નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચાયાં, 161ને ઇન્જેક્શન મુકાયાં

સુરત, વડોદરા, અંકલેશ્વર, ઝાલોદમાં 502 નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચાયાં, 161ને ઇન્જેક્શન મુકાયાં
Spread the love

પિંજરત ગામે તેલંગાનાની કંપનીનો માર્કો લગાવીને વેચતા નકલી રેમડેસિવિરના રાજ્યવ્યાપી રેકેટનો ગત 1 મેના રોજ પોલીસે પર્દાફાશ કર્યા બાદ પકડાયેલા અડાજણના આધેડ જયદેવ જાલાએ ચોંકાવનારી કબૂલાત કરી છે. કબૂલાત કરી હતી કે ‘સેવા કરવા કંપનીમાંથી સેટિંગ કરીને ઈન્જેક્શન લાવું છું’ કહી સેવાના નામે અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને ઝાલોદમાં 515 નકલી ઇન્જેક્શનો વેચાણ કર્યાની વાત તપાસમાં બહાર આવી છે. જેમાં 49 સુરતમાં વેચ્યા હતા, પોલીસે 16 રિકવર કર્યા છે.આ રેકેટમાં એકપણ પેશન્ટને નકલી ઇન્જેક્શનની કોઈ આડઅસર થઈ ન હોવાનું પોલીસનું કહેવું છે. તો સુરતમાં કોરોનાના ૮૦૬ કેસ જ્યારે સત્તાવાર ૧૪ ના મોત નોંધાયા છે.કુલ 161 પેશન્ટોને 282 નકલી ઇન્જેક્શનો આપી દેવાયા હતા. જ્યારે 113 ઈન્જેક્શનો નકલી હોવાથી તોડી નાખ્યા હતા. તે પણ પોલીસે કબજે કર્યા છે.

112 નકલી ઇન્જેક્શનો પેશન્ટે ઉપયોગ કર્યો ન હોવાથી ડીસીબીએ કબજે કરી લીધા છે. આરોપી જયદેવ ઝાલા તેના મિત્ર મારફતે નકલી ઇન્જેક્શનો વેચાણ કરતો હતો.પોલીસે જણાવ્યું કે, આરોપી કૌશલ વ્હોરા ઝાલાને નકલી ઇન્જેક્શનો રૂ.3500 આપતો અને ઝાલા તે ઇન્જેક્શનો પેશન્ટને 4500માં વેચાણ કરતો હતો. જયદેવ ઝાલા(50)(રહે.અડાજણ)એ નકલી ઇન્જેક્શનો વેચાણ કરી લાખોની કમાણી કરી છે. હજુ સૂત્રધાર કૌશલ વ્હોરા મોરબી પોલીસની કસ્ટડીમાં છે. કૌશલ આવ્યા પછી સુરતમાં કયા સાગરિતોના માધ્યમથી વેચ્યા તેની વિગતો બહાર આવશે. નકલી રેમડેસિવિર સૌથી વધારે દાહોદના ઝાલોદમાં 179 નંગ વેચાણ કર્યાની વાત સામે આવી છે. ઉપરાંત વડોદરામાં 151 તેમજ અંકલેશ્વરમાં 123 વેચાણ કર્યા હતા. આરોપી જયદેવ ઝાલા પોતે મિત્ર મારફતે વેચાણ કરતો હતો. બાકી ઓળખાણ વગર તે ઇન્જેક્શન આપતો ન હતો. જ્યારે સુરતમાં 49 ઇન્જેક્શનો વેચાણ કર્યા છે.

IMG_20210516_203300.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!