થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ ચાલુ

થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે તેવાં વિસ્તારમાં છુટાં છવાયો વરસાદ ચાલુ છે હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ વાતાવરણ માં અચાનક ફેરફાર થયો છે. થરાદનાં પૂર્વ વિસ્તારમાં આવેલા ગામોમાં ખેડૂતમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા ગામોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં લાખણી, થરાદ અને દિયોદર તાલુકાના પટ્ટાનાં ગામડામાંથી વાવાઝોડું પસાર થવાની સંભાવનાઓ બતાવવામાં આવી છે. વરસાદનાં લીધે જનજીવન ખોરવાઈ જાય તો એમાં નવાઈ નથી. વાવાઝોડુ આજ સાંજે બનાસકાંઠા જિલ્લામાં પહોંચી શકે છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)