કોરોના સામે બચાવ અને અટકાવ માટે એકશન એડ સંસ્થા દ્વારા લોક જાગૃતિ અભિયાન

કોરોના મહામારીથી આખું વિશ્વ અને આપણો ભારત દેશ જજુમી રહ્યો છે. કોરોના મહામારી છેવાડાના ગામો સુધી ફેલાઈ રહી છે. લોકોમાં આ મહામારીનો ડર છે સાથે સાથે પુરતી જાણકારીનો અભાવ હોવાના કારણે કોરોના મહામારી વધુ ફેલાઈ શકે છે. એક્શનએડ સંસ્થા વડોદરા જીલ્લાના ૩ તાલુકાના ૩૫ ગામડાઓમાં અને ડભોઈ શહેરમાં કાર્ય કરી રહી છે. કોવીડ મહામારી થી લોકોને બચાવવા માટે લોકોને સાચી જાણકારી આપવા ઉપરાંત તેમણે મદદ પહોચાડવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.
આજરોજ વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના કારવણ ગામે સવારે ૧૧ વાગે જાગૃતિ અભિયાનની શરૂઆત તાલુકા પંચાયતના પ્રમુખ લોપાબેન પટેલ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં કારવણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નીરવભાઈ પટેલ, ડભોઇ તાલુકા મહામંત્રી હિતેશભાઈ પટેલ તેમજ કારવણ પોલીસ સ્ટેશન હેડ શૈલેશભાઈ વસાવા હાજરી આપશે. અભિયાન નો મુખ્ય ઉદ્દેશ કોરોના મહામારીને લઈને લોક જાગૃતિનું અને કોરોના ની રસી અંગે લોકોને સમજાવી રસી લેવા માટે પ્રેરિત કરવાનો છે.
ઉપરાંત લોકોને પરિવારના કોઈપણ સભ્યને કોરોના ના લક્ષણો દેખાય તો તુરંત હોમ આયસોલેસન માં જઈ રાખવી પડતી કાળજી અંગે સમજાવવામાં આવશે. સાથે સાથે કોરોનાને લઈને ચાલી રહેલ મીની લોકડાઉન ને કારણે લોકોને પડતી મુશ્કેલીઓ સામે રાહત મળી રહે માટે સરકાર દ્વારા બે મહિના માટે મફત રાશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.ઉપરાંત સરકારની અન્ય યોજનાઓ વિષે સમુદાયના લોકોને જાણકારી આપી એ યોજના સુધી લોકોની પહોચ બને તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.એક્શન એડ સંસ્થા આવા કપરા સમય માં લોકો ની વચ્ચે રહી તમામ જરૂરી મદદ કરી પ્રજા માં કોરોના અંગે જાગૃતતા લાવવા સરાહનીય કામગીરી કરી રહ્યું છે.