ક્લાસ વન અધિકારી પતિ સામે ગુનો દાખલ

અમદાવાદ, વિજયનગર તાલુકામાં પરવઠ ગામે સાસરી ધરાવતી પરિણીતાને દસ વર્ષના લગ્નજીવન બાદ મારઝુડ કરી શારીરીક અને માનસિક ત્રાસ ગુજારીને સાસરિયાંએ કાઢી મૂકી હોવાની ફરિયાદ ભોગ બનનાર પરિણીતાએ ચિઠોડા પો.મથકે નોંધાવતા પતિ, સાસુ અને નણંદ સહિત ત્રણ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભિલોડા તાલુકાના મલાસા ગામે પિયર ધરાવતી ઉર્વશીબેનના લગ્ન આશરે દસેક વર્ષ પહેલા તા. ૨૬/૦૫/૨૦૧૧ ના રોજ જ્ઞાતિના રીતરીવાજ મુજબ વિજયનગર તાલુકાના પરવઠ ગામે હીમતસીહ કાળુજી માલવીયા સાથે થયાં હતાં. દસ વર્ષના લગ્નજીવન દરમિયાન તેમને એક દીકરી હતી જે હાલ ધો.૪માં સિલ્વર બિલ સ્કૂલ, કાળીયાબિડ, ભાવનગર ખાતે ભણતી હતી. જ્યાં આ પરિણીતાના પતિ કલાસ વન અધિકારી છે.તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે
લગ્ન જીવન દરમ્યાત એકાદ વર્ષ સુધી અમો પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા અને લગ્નજીવન દરમિયાન એક વર્ષ જેટલો સમય મારા પતિએ મને સારી રીતે રાખેલ અને ત્યાર બાદ અમારે સંતાનમાં એક દીકરીનો જન્મ થયા પછી મારા પતિ ભાવનગર ખાતે કલાસ વન અધિકારી હોઇ અમો ત્યાં જ રહેતા હતાદરમિયાન અવારનવાર સામાજીક કામકાજ માટે જ્યારે અમો ઘરે આવતા ત્યારે મારા પતિને મારા સાસુ તથા નણંદ ચઢવણી કરતા ત્યારે ત્યારે હું મારી સાસરી પરવઠ મુકામે આવેલ તે વખતે મારા પતિ મને નાની બાબતોમાં મારો વાંક કાઢી મને બિભત્સ શબ્દો બોલતા હતા અને કહેતા કે, મારે બીજી બૈરી કરવી છે તેમ કહી મને દુઃખ ત્રાસ આપતા હતા અને તને ધરકામ કરતા આવડતું નથી તેમ કહી મને હેરાન કરતા હતા.
ઘર સંસાર ન બગડે તે સારૂ મે આ બાબતની જાણ મારી માતા બચુબેન કાન્તીભાઇ તથા મારા ભાઇ નરેન્દ્રભાઇ મકાન્તીલાલ પરમારને કરેલ ન હતી તેમ છતા આ મારા પતિએ મને નાની નાની વાતમાં મારો વાંક કાઢી મારઝુડ કરી શારીરીક અને માનસિક ત્રાસ આપવાનું આજદિન સુધી ચાલુ રાખતાં અને ત્રાસ મારાથી સહન ન થતાં આ બાબતની જાણ મેં મારી માતા તથા ભાઇ નરેન્દ્રને કરતા તેઓએ ફરીયાદ કરવા જણાવતા હું અત્રે મારા ભાઇ નરેન્દ્રભાઇ કાન્તીભાઇ પરમાર સાથે અત્રે ચીઠોડા પોલીસ સ્ટેશને મેં મારા પતિ, સાસુ, નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ચિઠોડા પોલીસે આ અંગે પતિ હીમતસીહ કાળુજી માલવીયા સાસુ ગંગાબેન કાળુજી માલવીયા તથા નણંદ રીટાબેન વીશ્રામભાઇ તરાળ સામે ઇપીકો ક. ૪૯૮(ક), ૩૨૩, ૧૧૪ મુજબ નોંધાયેલ. આ ગુનાની વધુ તપાસ પો.સ.ઇ. એમ.એચ.પરાડીયાએ હાથ ધરી છે.