ડભોઇ તાલુકાના ખેડૂતોને વાવાજોડા અને કમોસમી વરસાદથી વ્યાપક નુકશાન

વવાજોડાની અસરથી ડભોઇ તાલુકાના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હોવાનું અનુમાન લગાવવા માં આવી રહ્યું છે. વાવાજોડાની અસરથી ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ઉભા પાક તેમજ તૈયાર પાકને નુકશાનની ભીતિ સેવાયી રહી છે. ખેડૂતો એ તૈયાર કરેલ ડાંગર, બાજરી, જુવાર જેવા તૈયાર પાકને ખુબજ નુકશાન થવા પામ્યું હતું.
ખેડૂતોએ ઉતરેલા પાક પાર તાડપત્રી નાખેલ હોવાથી વાવાજોડાના પવનમાં ઉડી જતા વરસાદમાં પાક પલળી જવા પામ્યો હતો. આમ એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. હાલની પરિસ્થિતિ જોતા સરકાર ખેડૂતોના બગડેલા માલનું નિરીક્ષણ કરી તેઓને વળતર આપે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.