ખાતર કંપનીઓ સામે કહેવાતી 56 ઈંચી સરકાર ઘૂંટણીએ પડી ગઈ : વિરજીભાઇ ઠુંમર

ખાતર કંપનીઓ સામે કહેવાતી 56 ઈંચી સરકાર ઘૂંટણીએ પડી ગઈ : વિરજીભાઇ ઠુંમર
Spread the love

જ્યારે ખાતર ઉત્પાદક કંપનીઓએ સીધો 53% જેટલો ભાવ વધારો જાહેર કર્યો કેન્દ્રના અને રાજ્યના મંત્રીઓ ખાતર કંપનીઓના બચાવમાં આવ્યા અને નિવેદનો આપવા લાગ્યા કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો થયો છે એટલે ખાતર ઉત્પાદક કંપનીઓ પાસે ભાવ વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી પણ અધૂરા અભ્યાસ સાથે અને મેલી મુરાદ સાથે ખાતર કંપનીઓનો બચાવ કરવા આવેલા આ મંત્રીઓને એ યાદ ન રહ્યું કે ભૂતકાળમાં UPA સરકારમાં 2008 થી 2014 વચ્ચે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાસોનો જે ભાવ હતો એ ભાવ આજે પણ નથી અને 2008 થી 2014 વચ્ચે ખાતરની થેલીનો ભાવ 450 ની આસપાસ હતો ત્યારે કંપનીઓને 450 માં જો પોસાતું હોય તો અત્યારે કેમ ન પોસાય ???? પણ આખી રમત જ અલગ છે.

ખાતર કંપનીઓ ભાવ વધારો ઝીંકી દયે પછી ખેડૂતો વિરોધ કરે એ સ્વાભાવિક છે એટલે સરકાર અને મંત્રીઓ હરકતમાં આવે પાછલા બારણેથી સેટિંગ થાય અને ભાજપા માટે સરકારી તિજોરીમાંથી ચૂંટણી ફંડ ઉભું થાય એટલે જ ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય એ “”મોદી હૈ તો મુમકીન હૈ”” કહેવત યથાર્થ થતી હોય તેમ ખાતર કંપનીઓને અપાતી સબસીડીમાં 140% નો વધારો એટલે કે જે એક થેલીએ 500 રૂપિયા આપતા હતા તે વધારીને 1200 કરી દેવાયા આ બાબતથી અભણ ખેડૂત સ્વાભાવિક છે કે ખુશ થાય કેમ કે જુના ભાવે ખાતર મળશે બધા ખેડૂતો અર્થશાસ્ત્રી તો છે નહીં કે એને ખબર પડે કે આ 700 રૂપિયા એક થેલીએ વધારાના આપવાના છે એ પણ એના જ ગજવામાંથી જવાના છે આ સરકારમાં બેઠેલા કોઈના કરિયાવરના રૂપિયા નથી જનતાની તિજોરી પર જ ભારણ પડવાનું છે.

આખી રમત ખેડૂતોના ખંભા પર બંધુક રાખી રમવામાં આવી, ખાતર કંપનીઓને અપાતી સબસિડીમાં તબક્કાવાર વધારો કરી 70 વર્ષમાં એક થેલીએ માત્ર 500 રૂપિયા સુધી જે સબસીડી અપાતી હતી એ મોદી સરકારે એક જ જાટકે તેમાં રૂપિયા 700 નો વધારો કરી 1200 રૂપિયા કરી આપી મતલબ સાફ છે કે આટલો વધારો કરવા પાછળ સરકારની મેલી મુરાદ છે અથવા તો કહેવાતી 56 ઉંચી સરકાર ખાતર કંપનીઓ સામે ઘૂંટણિયે પડી ગઈ છે.

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

IMG-20210520-WA0012.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!