ડભોઇ એસ.ટી.ડેપો ખાતે કોરોનામાં મૃત્યુ પામેલા એસ.ટી. વિભાગના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

આજરોજ ડભોઇ એસ.ટી ડેપો ખાતે કોરોના માં મૃત્યુ પામેલા એસ.ટી વિભાગ ના કર્મચારીઓ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.છેલ્લા એક વર્ષ ઉપરાંત થી કોરોના મહામારી એ દેશ દુનિયામાં કહેર વરસાવ્યો છે.જેમાં ઘણા લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા કેટલાક એ માતા પિતા તો કેટલાક એ જવાન જોધ દીકરા ગુમાવ્યા છે.આ કોરોના મહામારી ના કપરા સમય માં પણ એસ.ટી વિભાગ ના કર્મચારીઓ પોતાના પરિવાર ને મૂકી ફરજ બજાવતા હોય છે. આજરોજ ડભોઇ એસ.ટી ડેપો ખાતે કોરોના માં મૃત્યુ પામેલા કર્મચારીઓ ને સાથી કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી હતી. કોરોના કાળ દરમિયાન ડભોઇ અને વડોદરા માં કુલ 16 એસ.ટી વિભાગ ના કર્મચારીઓ નું કોરોના માં મૃત્યુ થયું છે.જેઓને આજે ડભોઇ એસ.ટી.ડેપો ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.સાથે જ સરકાર ને અપીલ કરવામાં આવી હતી કે દિવસ રાત પોતાના પરિવાર થી દુર રહી ફરજ બજાવતા એસ.ટી.કર્મચારીઓ ને સરકાર કોરોના વોરિયર જાહેર કરે અને સાથે જ કોરોના માં મૃત્યુ પામેલા કર્મચારીઓ ના પરિવાર ને તેનું વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી.