ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે અમલીકરણ અધિકારીઓ અને કિસાનો સાથે તાઉતે વાવાઝોડા બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી

*ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે અમલીકરણ અધિકારીઓ અને કિસાનો સાથે તાઉતે વાવાઝોડા બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી*
અમરેલી, તા ૨૩
રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે તાઉતે વાવાઝોડાના પગલે ઉદભવેલી પરિસ્થિતિ અંગે વિચારણા કરી હતી અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ ની ખાતરી ઉચ્ચારી હતી.
પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકીએ તાઉતે વાવાઝોડા પછી ખેડૂતો માટે નિર્માણ પામેલ વિકટ પરિસ્થિતિ નું વિસ્તૃત બયાન મંત્રી શ્રી સૌરભભાઈ સમક્ષ રજૂ કર્યું હતું અને રાજ્ય સરકારની સહાયની અપેક્ષા સેવી હતી. મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
બચાવ-રાહત કામગીરી સાથે સંકળાયેલા વિવિધ સરકારી વિભાગોના અમલીકરણ અધિકારીઓએ મંત્રીશ્રીને તાલુકાની સ્થિતિની માહિતી પુરી પાડી હતી. અને આંકડાકીય રૂપરેખા આપી હતી.
કૃષિ વીજ જોડાણો ઝડપથી કાર્યરત કરવા, જમીનને થયેલા નુકસાનનો સર્વે કરવા, સંગ્રહિત કૃષિ જણસોને થયેલા નુકસાનનું વળતર આપવા, પાણી વિતરણ પૂર્વવત કરવા વગેરે જેવી બાબતો ની રજૂઆત કરી હતી. મંત્રીશ્રીએ આ તમામ બાબતો અંગે સરકારે કરેલી ત્વરિત કામગીરીની અને હવે પછી કરવામાં આવનારી આયોજનબધ્ધ કાર્યવાહીની વિગતો આપી હતી. અને વાવાઝોડા બાદ ઉદભવેલી આપત્તિજનક સ્થિતિમાં કિસાનો ને ધીરજપૂર્વક સરકારને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો,9426555756