ડભોઇ તાલુકા ના વણાદરા ગામે સરકાર ના આદેશ અનુસાર નિઃશુલ્ક અનાજ ગ્રામજનો ને નથી મળતું.

ડભોઇ તાલુકા ના વણાદરા ગામે સરકાર ના આદેશ અનુસાર નિઃશુલ્ક અનાજ ગ્રામજનો ને નથી મળતું.
Spread the love

ડભોઇ તાલુકા ના વણાદરા ગામ ના લોકો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ની શુલ્ક અનાજ નો લાભ થી રેશનિંગ સેન્ટર ની બેદરકારી અને ગેરરીતિ ના કારણે વંચિત છે.ગ્રામજનો ના કહેવા મુજબ સરકાર દ્વારા નિઃશુલ્ક અનાજ ની જાહેરાત બાદ પણ આજ દિનસુધી વણાદરા ગામ ના લોકો ને અનાજ મળ્યું નથી.ગ્રામજનો દ્વારા આ અંગે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ હાજર કર્મચારીઓ દ્વારા આપવામાં નથી આવતા.એક તરફ કોરોના ની માહામારી ચાલી રહી છે,મીની લોકડાઉન ચાલી રહ્યું હોઇ લોકો ની આવક હાલ બંધ છે.આ પરિસ્થિતિ માં સરકાર એ પ્રજા માટે બે મહિના નું અનાજ નિઃશુલ્ક આપવા ની વ્યવસ્થા કરેલ છે પરંતુ વણાંદરા ગામ માં સરકારી સહાય ના નિઃશુલ્ક અનાજ નથી મળી રહ્યો હોવાની બુમો ઉઠવા પામી છે.જેની રજુઆત ગ્રામજનો દ્વારા ડભોઇ સેવાસદન પુરવઠા મામલતદાર ને કરતા લેખિત માં આવેદન આપવામાં આવ્યું હતું.ગ્રામજનો ના કહેવા મુજબ રેશનિંગ સેન્ટર મહિના માં ફક્ત બે કે ત્રણ વાર જ ખુલે છે. અને કાયમ અનાજ નો જથ્થો અપૂરતો હોય છે.અને જયારે કોઈ ગ્રાહક એક વાર અનાજ લાઇ જાય તો તેની બે એન્ટ્રી પાડવા માં આવે છે અને ખુલ્લેઆમ ગેરરીતિ કરવામાં આવે છે.જ્યારે ગ્રામજનો દ્વારા આ અંગે પૂછવા માં આવે છે તો તેઓને રેશનિંગ ની પરમીટ બંધ કરી દેવાની ધમકી આપવામાં આવે છે. જે થી આજરોજ વણાદરા ના ગ્રામજનો એ ભેગા મળી ડભોઇ સેવાસદન ખાતે થઈ રહેલા ગેરરીતિ જે ખુલ્લી પાડી પુરવઠા મામલતદાર ને લેખિત માં રજુઆત કરી ગેરરીતિ કરનારા પર સખત પગલાં લેવા રજુઆત કરી હતી.

IMG-20210524-WA0017.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!