બોટાદ SOG દ્વારા ચોરી થયેલ ત્રણ મોટર સાયકલો સાથે બે ઇસમોને પકડી બે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો.

બોટાદ SOG દ્વારા ચોરી થયેલ ત્રણ મોટર સાયકલો સાથે બે ઇસમોને પકડી બે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો.
Spread the love

બોટાદ SOG દ્વારા ચોરી થયેલ ત્રણ મોટર સાયકલો સાથે બે ઇસમોને પકડી બે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો.

અશોક કુમાર ભાવનગર રેન્જ આઈ.જી. દ્વારા મિલ્કત સંબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા અંગેની સુચના થયેલ હોય અને સદરહુ સુચના અન્વયે કામગીરી કરી મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ. જે સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એચ.આર.ગોસ્વામી, એસ.ઓ.જી.શાખા બોટાદના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇનાઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે મોટર સાયકલ ચાલકની પુછપરછ કરતાં પોતાની પાસે રહેલ મોટર સાઈકલ પોતાનું હોવાનું જણાવેલ પરંતુ પોકેટ કોપમાં સર્ચ કરતા સદરહુ વાહન બીજાના નામે હોવાનું માલુમ પડેલ અને તપાસ કરતા ચોરી થયેલ હોવાનું જાણવા મળેલ જેથી વધું પુછપરછ કરતાં પોતે અનવરભાઈ અહેમદભાઈ દિવાન તથા સમીરભાઈ બચુશા દિવાન, બંન્ને રહે. સાળંગપુર રોડ, પોસ્ટ ઓફીસ સામે, મહંમદ ગફૂર સોસાયટી, બોટાદવાળાએ સાથે મળી બોટાદ તથા ગઢડાથી કુલ ૦૩ (ત્રણ) મોટર સાયકલની ચોરી કરેલ હોવાનું જણાવેલ. જેના આધારે સદરહુ બંન્ને ઇસમોને બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેમજ ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ ગયેલ મો.સા નંગ -૦૩ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

*પકડાયેલ આરોપીના નામ:-*

*(૧) અનવરભાઇ અહેમદભાઇ દિવાન જાતે.ફકીર ઉ.વ.આ.૧૯ ધંધો.મિસ્ત્રી કામ રહે. બોટાદ, સાળીંગપુર રોડ પોસ્ટ ઓફિસ  સામે, મહમદગફુર સોસાયટી તા.જી.બોટાદ*

*(૨) સમીરભાઇ બચુશા દિવાન જાતે.ફકીર ઉ.વ.આ.૧૯ રહે.બોટાદ, સાળીંગપુર રોડ મહમદગફુર સોસાયટી સુન્ની મસ્જીદ પાસે તા.જી.બોટાદ*

*મળેલ મુદ્દામાલની વિગત:-*

(૧) કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ *હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ* ચેસીસ નંબર MBLHA10EJ9HH05610 તથા એન્જીન નં HA10EA9HH02145

(૨) એક કાળા કલરનુ વાદળી લાલ પટ્ટાવાળુ *હીરો હોન્ડા સ્પલેન્ડર* ચેસીસ નંબર MBLHA10EE89M10191 તથા એન્જીન નં HA10EA89M16513

(૩) કાળા કલરનુ પીળા પટ્ટાવાળુ *TVS Centra*  જેના ચેસીસ નંબર MD624AM1852A86455

*શોધાયેલ ગુન્હાની વિગત:-*

(૧) *બોટાદ પો.સ્ટે.* ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૧૧૦૭૬/૨૦૨૧ *ઇ.પી.કો.કલમ ૩૭૯*

(૨) *ગઢડા પો.સ્ટે.* ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૪૨૧૦૬૬૧/૨૦૨૧ *ઇ.પી.કો.કલમ ૩૭૯*

રિપોર્ટ : વિપુલ લુહાર

IMG-20210524-WA0063.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!