મ્યુકોરમાઈકોસીશ ને અટકાવવા બનાસકાંઠા તંત્ર એક્શન માં આવ્યું

કોવિડ-૧૯ કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે પરંતું મ્યુકોરમાઇકોસિસ નામના નવા રોગના કેસો સામે આવતાં તંત્ર સતર્ક બન્યું છે. મ્યુકોરમાઇકોસીસ રોગને પ્રસરતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવશે. આ રોગના નિયંત્રણ માટે પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગ અને આંખ, નાક, કાન, ગળા તથા દાંતના સ્પેશ્યાલીસ્ટ તબીબો સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ આરોગ્ય વિભાગની ટીમો ઘેર ઘેર ફરીને સઘન સર્વેલન્સ હાથ ધરશે. આ દરમ્યાન જે લોકોમાં મ્યુકોરમાઇકોસિસના સામાન્ય લક્ષણો દેખાતા હોય તેવા દર્દીઓને અલગ તારવી શરૂઆતના સ્ટેજથી સારવાર આપવાનું શરૂ કરવામાં આવશે તેમ બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું છે.
• મ્યુકોરમાઇકોસિસ શું છે ?
મ્યુકોરમાઇકોસિસ એ કાળી ફૂગ તરીકે પણ જાણીતું છે. તે ગંભીર, દુલર્ભ અને ઘણીવાર જીવલેણ ફંગલ ચેપ છે.
• મ્યુકોરમાઇકોસિસ ચેતવણીના લક્ષણો
નાકમાં અવરોધ/સ્ત્રાવ, એકબાજુ ચહેરાનો દુઃખાવો, નિષ્કિલયતા/સોજો, અસ્પષ્ટ અથવા
ડબલ દ્રષ્ટીધ સાથે આંખની પીડા થવી, દાંતનો દુઃખાવો અથવા દાંત તૂટવા, નાક પર કાળા
જખમ અથવા ઉપરનું સખત તાળવું જે મોં ની અંદર બાજુમાં છે.
• કોને જોખમ છે ?
અનિયંત્રિત ડાયાબિટીસ, ઇમ્યુનોકોમપ્રોમિઝડ દર્દીઓ, દર્દીઓ જે સ્ટીરોઇડ્સ પર હોય છે. તાજેતરના ટ્રાન્સપ્લા?ન્ટ શસ્ત્રક્રિયા.
• મ્યુકોરમાઇકોસિસને રોકવા માટે પૂર્વ તૈયારીઓ
બ્લડ સુગર, બ્લડપ્રેશર, વજન અને કોલેસ્ટરોલનો ટ્રેક રેકોર્ડ રાખો, લાંબા સમય સુધી નાક બંધના કિસ્સામાં તાકીદે ર્ડાક્ટરની સલાહ લો, માત્ર ર્ડાક્ટરની દેખરેખ હેઠળ સ્ટીરોઇડ્સનો ઉપયોગ કરો, ફંગલ બીજ શરીરમાં ન પ્રવેશે તે માટે ફેસ માસ્ક પહેરો, ચેતવણીનાં લક્ષણોને અવગણશો નહીં, ધૂળવાળા, ગંદા અને ભેજવાળા વિસ્તારોનમાં જવાનું ટાળો.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ