માણાવદરનો યુવાન મૃતકોના અગ્નિદાહ કરી બીજાને હિંમતવાન બનાવે છે

માણાવદરનો યુવાન મૃતકોના અગ્નિદાહ કરી બીજાને હિંમતવાન બનાવે છે
Spread the love

માણાવદરનો યુવાન મૃતકોના અગ્નિદાહ કરી બીજાને હિંમતવાન બનાવે છે

માણાવદર શહેરમાં દિનપ્રતિદિન કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે શહેરના સ્મશાનમાં રોજની ૫ થી ૧૦ ડેડ બોડીઓ અગ્નિદાહ માટે આવી રહી છે આ વચ્ચે જે કોરોનામા મૃત્યુ થયા હોય કે સામાન્ય મૃતક હોય તેની સ્મશાનયાત્રામાં હવે લોકો જાતા ભય અનુભવી રહ્યાં છે માત્ર મૃતકના બે ગણ્યા ગાંઠ્યા હોય તે અગ્નિદાહ આપી બહાર જતા રહે છે તેવી સ્થિતિમાં એકમાત્ર નવયુવાન હિમ્મતવાન નીડર એવા સેવા કરનાર મેહુલભાઈ દેવશીભાઇ મારુ જાતે લાકડા ગોઠવે છે ત્યાં જો કોઈ ના હોય તો તેને અગ્નિદાહ પણ આપે છે અનેક મૃતકોને અગ્નિદાહ આપી બીજાને હિંમતવાન બનાવે છે જે દર્દીઓ મૃત્યુ પામ્યા તેના પરિવાર ને ડેડ બોડી ઉપાડવામાં બીક લાગતી હોય પરંતુ આ મેહુલભાઈ મારું હિંમત આપે છે તેઓ પણ મદદ કરી સબવાહિનીમાં લઈ જાય છે સંપૂર્ણ કીટ પહેરી જો કોઇ નાગરિક તેના સંબંધીને અગ્નિદાહ આપતાં બીક લાગતી હોય તો તે પોતે કીટ પહેરી અગ્નિદાહ આપે છે

તેઓ જો કોઈ દર્દીને તાત્કાલિક દવાખાને જુનાગઢ લઈ જવાની જરૂર હોય તો જરૂરિયાત મંદ લોકો માટે સેવા આપશે મો. ૯૪૨૯૬ ૫૮૭૨૩ સંપર્ક કરવો ઘણી વખત એવું બને છે કે કોરોના નું નામ પડે એટલે વાહન ચલાવનાર આવતા અચકાય છે પરંતુ મેહુલભાઈ એ હિંમત બતાવી છે જો કોઈની જિંદગી બચતી હોય તો બધું કરવા તત્પર છે સલામ છે આવા નવયુવાન લોખંડી પુરુષને કારણે આવા કપરા કાળમાં પોતાના સ્વજન દૂર ભાગે છે ત્યારે આ લોખંડી પુરુષ એવા મેહુલભાઈ મારું હિંમત બતાવી તમામ કપરી કામગીરી કરી રહ્યા છે

હાલ માણાવદર સ્મશાનગૃહમાં દરરોજ બેથી ત્રણ ટ્રેક્ટર લાકડા જોઈએ છે આરએસએસ માણાવદર તથા અનેક સ્વૈચ્છિક દાતાઓ લાકડા ભેગા કરી રહ્યા છે આ સ્મશાન ગૃહમાં ખુલ્લું મેદાન છે તેમાં છાપરા નાખવાની જરૂર જ છે કારણ કે આજુબાજુમાં 9 કોરોના દર્દીઓના અંતિમ સંસ્કારથી નજીક રહેતાં નાગરિકો માટે જોખમરૂપ છે લાકડા વધુ નાખવાની જરૂર છે ત્યાં કાયમી કર્મચારીઓની જરૂર છે જે કર્મચારી રજા ઉપર ગયા હોય ત્યારે મરણ રજિસ્ટરમાં નોંધ પણ મેહુલભાઈ મારુંએ કરવી પડે છે ઉપરાંત અસ્થિકુંભ સો ખાના છે જે હાઉસફુલ થઈ ગયા છે તેમાં નવો વધારો કરવાની જરૂર છે હાલ તો રંગ છે આ લોખંડી પુરુષ મેહુલભાઈ મારું ને લોકોને હિંમતવાન બનાવે છે સલામ છે તમને મેહુલભાઈ મારુ

 

 

રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20210524-WA0020-2.jpg IMG-20210524-WA0022-0.jpg IMG-20210524-WA0021-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!