ગુજરાતી પત્રકારત્વને બે સદી પૂર્ણ થશે વિશ્વમાં પત્રકારત્વની શરુઆત ઇસ્વી સન પૂર્વે 131 વર્ષ પહેલાં રોમથી થઇ હતી.

ગુજરાતી પત્રકારત્વને બે સદી પૂર્ણ થશે વિશ્વમાં પત્રકારત્વની શરુઆત ઇસ્વી સન પૂર્વે 131 વર્ષ પહેલાં રોમથી થઇ હતી.
Spread the love

તે બાદ પ્રથમ દૈનિક સમાચારપત્ર “Acta Diurna” (દિવસની ઘટનાઓ) શરુ થયું. જે એક પથ્થર કે ધાતુની પટ્ટી સ્વરૂપે હતું જેના પર સમાચારો લખવામાં આવતાં હતાં. આ પટ્ટીઓને રોમનાં મુખ્ય જાહેર સ્થળ ઉપર મૂકવામાં આવતી હતી. તેમાં વિશિષ્ટ અધિકારીઓની નિયુક્તિ, યુદ્ધના પરિણામો વગેરેની ઘોષણા કરાતી. 15મી સદીનાં મધ્યભાગમાં છાપકામ માટેના યાંત્રિક સાધનોની શોધ થઇ.તેનાથી પુસ્તકો અને સમાચારપત્રોનું પ્રકાશન શરુ થયું. યુરોપમાં કારોલૂસ નામના વ્યક્તિએ 1605માં છાપકામ યંત્ર ખરીદીને વિશ્વના સૌ પ્રથમ પ્રિન્ટેડ સમાચારપત્રની શરુઆત કરી જેનું નામ હતું “રિલેશન”.
આપણ ભારતમાં પ્રાચીનકાળમાં ઢંઢેરો પીટીને લોકો સુધી સમાચારો પહોચાડવાની પ્રથા હતી. પાછળથી ભીંતપત્રો શરું થયા.સૌપ્રથમ પ્રિન્ટેડ અખબાર ઇ.સ. 1776માં ઇસ્ટ ઇન્ડિયા કંપની વતી વિલેમ બોલ્ટસે શરું કર્યું તે બાદ અખબારોનો વિકાસ થયો. મહાત્મા ગાંધીએ પણ નવજીવન અખબાર શરુ કર્યું હતું જેણે આઝાદીની લડત અને સમાજોત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં ઇ.સ. 1770થી આઝાદી સુધીનો સમય પત્રકારત્વ માટે ઘણો જ સંઘર્ષપૂર્ણ રહ્યો. 1770 પછી કેટલાક સમાચારપત્રો શરું થયાં જે મુખ્યત્વે અંગ્રેજીમાં હતા અને સરકારની વાહ વાહ કરતાં મુખપત્રો હતા. સરકારની આલોચના કરતાં અખબારો સામે કડક પગલા લેવાતા. સૌપ્રથમ ભારતીય અખબાર બંગાળી ભાષામાં રાજા રામમોહન રાય દ્વારા ઇ.સ. 1819માં “કૌમુદી” પ્રસિદ્ધ થયું.ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર મુંબઇ સમાચાર ઇ.સ. 1822માં પ્રકાશિત થયું. તે આજે પણ છપાય છે. આગામી વર્ષે ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂર્ણ થશે. ગુજરાતી પત્રકારત્વમાં અમુક પરિવારે પેઢીઓ સુધી સેવા.આપી છે. મહાદેવભાઈ દેસાઈ – પુત્ર નારાયણ દેસાઈ, પિતા બાલાભાઈ દેસાઈ (જય ભીખુ) અને પુત્ર કુમારપાળ દેસાઈ. પિતા ગુણવંત આચાર્ય – દીકરી વર્ષા અડલજા, પિતા વજુ કોટક – પુત્રી મધુરી કોટક, પિતા વિજય મૌર્ય – પુત્ર નાગેન્દ્ર વિજય – પૌત્ર હર્ષલ પુષ્કરણા, પિતા શંકરલાલ ભટ્ટ – પુત્ર તુષાર ભટ્ટ – પૌત્ર અભિજીત. યાદી ખુબ લાંબી છે. અલબત્ત ગુજરાતી વાચકે અખબારોને અપનાવ્યા તેટલા મેગેઝીનોને અપનાવ્યા નથી. અખબારની ટેબલ લાઈફ એક દિવસની હોય છે જયારે મેગેઝીનની એક સપ્તાહ કે તેથી વધુની.

રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )

FB_IMG_1621837162408.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!